એપીએમસી માર્કેટમાં રત્નાગિરિ આફૂસની થઈ રેકૉર્ડબ્રેક આવક

30 January, 2024 07:20 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

જાન્યુઆરીની શરૂઆતથી દસથી પંદર જ પેટી આવતી હતી, પણ ગઈ કાલે ૩૮૦ પેટીની આવક થઈ

આફુસનું આગમન

મુંબઈગરાઓ માટે સારા સમાચાર છે. રત્નાગિરિથી આવતી આફુસનું આગમન થઈ ચૂક્યું છે અને એમાં પણ ગઈ કાલે એક જ દિવસમાં નવી મુંબઈની એપીએમસી માર્કેટમાં આફુસની ૩૮૦ પેટીની આવક થતાં મોર્કેટમાં સારીએવી આવક થઈ હતી.

ફળોનો રાજા ગણાતી આફુસ કેરી અને એમાં પણ રત્નાગિરિની એક નંબર ગણાતી આફુસ આમ તો મહિનાની શરૂઆતથી જ આવવાની શરૂઆત થઈ હતી, પણ એ દિવસની માંડ ૧૦થી ૧૫ પેટી જ આવતી હોય છે એમ જણાવતાં એપીએમસીની ફ્રૂટ માર્કેટના ડિરેક્ટર સંજય પાનસરેએ ‘મિડ-ડે’ને વધુમાં કહ્યું હતું કે ‘ગઈ કાલે રત્નાગિરિ આફુસની રેકૉર્ડ બ્રેક આવક થઈ હતી. ગઈ કાલે એક જ દિવસમાં ૩૮૦ પેટી આવી હતી. વળી એ ફળની સાઇઝ પણ સારી છે અને એની ક્વૉલિટી પણ સારી હોવાથી વેપારીઓએ ૭૦૦૦ રૂપિયે પેટીથી લઈને ૧૨,૦૦૦ રૂપિયે પેટી વેચી હતી. ફળની ક્વૉલિટીના કારણે તેમને પણ એનો સારો ભાવ મળ્યો હતો. હવે ૧૦ ફેબ્રુઆરી પછી ધીમે-ધીમે આફુસની આવકમાં વધારો થતો જોવા મળશે. એ પછી માર્ચથી તો ધીમે-ધીમે રીટેલમાં પણ કેરી વેચાવા માંડશે.’

mumbai news mumbai apmc market navi mumbai