ભારે વરસાદને કારણે મુંબઈ ઍરપોર્ટ પર ફ્લાઈટ સેવા ખોરવાઈ, ઍરલાઇન્સે આપવું પડ્યું રિફંડ

21 July, 2024 09:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Rains: ઍર ઈન્ડિયાએ પ્રવાસીઓને સંપૂર્ણ રિફંડ અથવા 21મી જુલાઈ 2024ના રોજ પ્રવાસ માટે કન્ફર્મ થયેલી બુકિંગ માટે વન-ટાઇમ કોમ્પ્લિમેન્ટરી રિશેડ્યુલિંગ ઓફર આપી છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મુંબઈ સહિત તેના આસપાસના શહેરોમાં ભારે વરસાદને (Mumbai Rains) કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના પણ અનેક સમાચાર સામે આવ્યા હતા. મુંબઈમાં ભારે વરસાદને કારણે શહેરની ફ્લાઇટ સેવાને પણ મોટી અસર થઈ હતી. રવિવરે મુંબઈમાં ભારે વરસાદને લીધે ફ્લાઈટ સેવા ખોરવાઈ ગઈ હતી, જે બાબતે હવે આખા દિવસ દરમિયાન ખોરવાઈ ગયેલી ફ્લાઇટ સેવા બાબતે માહિતી જાહેર કરવામાં આવી છે.

મુંબઈમાં ભારે વરસાદ સાથે પ્રતિકૂળ હવામાન (Mumbai Rains) અને ઓછી વિઝિબિલિટીને કારણે છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરની ફ્લાઈટ કામગીરી બે વખત ટૂંકા ગાળા માટે સ્થગિત કરવામાં આવી હતી. રવિવારના રોજ મુંબઈ એરપોર્ટ પર આવતી અને જતી લગભગ 36 જેટલી ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. શહેરમાં ભારે વરસાદ થવાથી ફ્લાઇટ ઓપરેટર ટૂંકા ગાળા માટે શરૂ હોવા છતાં તેને લગભગ એક કલાકની અંદર બે વખત રનવેની કામગીરી સ્થગિત કરવાની જરૂરિયાત પડી હતી.

ઈન્ડિગો, ઍર ઈન્ડિયા, વિસ્તારા અને અકાસાની ફ્લાઈટ્સ ડાયવર્ટ (Mumbai Rains) કરવામાં આવી હતી, એમ જણાવવામાં આવ્યું હતું. X પરની એક પોસ્ટમાં, ઍર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, "મુંબઈમાં ભારે વરસાદને કારણે ફ્લાઈટ ઓપરેશનને અસર થઈ રહી છે અને પરિણામે અમારી કેટલીક ફ્લાઈટ્સ કેન્સલ અને ડાયવર્ઝન થઈ રહી છે. ઍર ઈન્ડિયાએ પ્રવાસીઓને સંપૂર્ણ રિફંડ અથવા 21મી જુલાઈ 2024ના રોજ પ્રવાસ માટે કન્ફર્મ થયેલી બુકિંગ માટે વન-ટાઇમ કોમ્પ્લિમેન્ટરી રિશેડ્યુલિંગ ઓફર આપી છે."

દરમિયાન, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) અનુસાર, સાંજે 4 વાગ્યા સુધી શહેરમાં 82 મીમી, પૂર્વ ઉપનગરોમાં 96 મીમી અને પશ્ચિમ ઉપનગરોમાં 90 મીમી વરસાદની નોંધ (Mumbai Rains) કરી હતી. તેમ જ લોકલ ટ્રેન સેવાઓ પશ્ચિમ અને મધ્ય રેલવે બંને માર્ગો પર સામાન્ય રીતે શરૂ રહી હતી. જો કે, માનખુર્દ, પનવેલ અને કુર્લા સ્ટેશનો પાસે પાણી ભરાવાને કારણે હાર્બર લાઇન પર ટ્રેનો 15 થી 20 મિનિટ મોડી પડી હતી. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં કેટલીક બસોને ડાયવર્ટ કરવામાં આવી હતી. ટ્રાફિક પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે ડીએન નગરમાં અંધેરી સબવે બંધ કરવામાં આવ્યો હતો અને વાહનોને દક્ષિણ તરફના ટ્રાફિક ગોખલે બ્રિજ અને ઉત્તર તરફના ટ્રાફિક ઠાકરે બ્રિજ થઈને વાળવામાં આવ્યો હતા.

દરમિયાન, મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવિવારે મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદને (Mumbai Rains) ધ્યાનમાં રાખીને અધિકારીઓને હાઇ એલર્ટ પર રહેવા જણાવ્યું હતું. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, સ્થાનિક વહીવટીતંત્ર, નાગરિક સંસ્થાઓ, પોલીસ વગેરેએ ભારતીય હવામાન વિભાગ પાસેથી હવામાન અંગે નિયમિત અપડેટ લેવું જોઈએ અને નાગરિકોને રાહત આપવા માટે તે મુજબ આયોજન કરવું જોઈએ, એમ પણ સીએમએ જણાવ્યું હતું.

mumbai rains mumbai monsoon chhatrapati shivaji international airport mumbai news eknath shinde indian meteorological department