કાશીમીરામાં ૩૫૦૦ કિલો પ્રતિબંધિત સિંગલ-યુઝ પ્લાસ્ટિક જપ્ત

10 October, 2024 02:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સિંગલ-યુઝ પ્લાસ્ટિક માટે અમારી કાર્યવાહી નિયમિત ચાલુ રહેતી હોય છે

પ્રતીકાત્મક તસવીર

મીરા ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશન (MBMC)ની સ્વચ્છતા વિભાગની ટીમે મંગળવારે કાશીમીરામાં એક ટેમ્પોને અટકાવી તપાસ કરી તો એમાંથી લાખેક રૂપિયાની કિંમતનું ૩૫૦૦ કિલોથી વધારે સિંગલ-યુઝ પ્લાસ્ટિક મળી આવ્યું હતું. પર્યાવરણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ સિંગલ-યુઝ પ્લાસ્ટિકનાં ઉત્પાદન, વેપાર, વિતરણ, વેચાણ, સ્ટૉક અને ઉપયોગ પર પ્રતિબંધ છે. આ જ કારણસર સુધરાઈના અધિકારીઓએ આ માલ જપ્ત કર્યો હતો.

 સિંગલ-યુઝ પ્લાસ્ટિક માટે અમારી કાર્યવાહી નિયમિત ચાલુ રહેતી હોય છે. આગામી સમયમાં પણ આ કાર્યવાહી ચાલુ રહેશે. - સંજય કાટકર, MBMCના કમિશનર

કેટલો દંડ થાય?
નિયમ અનુસાર પ્રતિબંધિત પ્લાસ્ટિકના નિમયનુ ઉલ્લંઘન કરનારને પ્રથમ વખત ૫૦૦૦ રૂપિયા, બીજી વખત ૧૦,૦૦૦ રૂપિયા અને ત્રીજી વખત ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. 

૬ મહિનામાં ૪૫૦૦ કિલો થેલી જપ્ત
MBMCએ આપેલી માહિતી અનુસાર એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચેના છ મહિના દરમિયાન MBMCની હદ્દમાં સિંગલ-યુઝ પ્લાસ્ટિક વેચતા ૪૮૧ વિક્રેતાઓ પાસેથી ૪૫૦૦ કિલો પ્લાસ્ટિકની થેલીઓ જપ્ત કરીને તેમની પાસેથી ૨૪ લાખ રૂપિયાથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો હતો. 

mumbai news mumbai mira bhayandar municipal corporation Crime News mumbai crime news