30 November, 2024 07:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સાઇન બોર્ડ
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં જનતાએ મહાયુતિને જબરદસ્ત વિજય અપાવ્યો છે અને નવી સરકારની સ્થાપના થાય એ પહેલાં મુંબઈગરા માટે આનંદના સમાચાર છે. રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે મહારાષ્ટ્રના વિકાસ માટે ત્રણ મોટા રેલવે પ્રોજેક્ટને મંજૂરી આપી છે જેથી મુંબઈગરાઓને કેટલેક અંશે રાહત મળશે.
પોર્ટ કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવા માટે પૂર્વાંચલને મુંબઈ સાથે જોડવા નવો કૉરિડોર બનાવવામાં આવશે.
સેન્ટ્રલ રેલવેમાં પરેલ, એલટીટી, કલ્યાણ અને પનવેલ ટર્મિનલની ક્ષમતા વધારવામાં આવશે.
વેસ્ટર્ન રેલવેમાં મુંબઈ સેન્ટ્રલ અને બાંદરા ટર્મિનલની ક્ષમતા વધારવામાં આવશે.
જોગેશ્વરી અને વસઈમાં મેગા રેલવે-ટર્મિનલ બનાવવામાં આવશે.
મુંબઈ લોકલમાં ૩૦૦ વધુ સર્વિસ ઉમેરવામાં આવશે.