02 April, 2023 08:43 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય: ટ્વિટર
ઈન્ટરનેટ પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ત્રણ યુવકો મુંબઈ (Mumbai Bike Stunt)માં ખતરનાક બાઇક સ્ટંટ કરતાં જોવા મળે છે. મુંબઈ પોલીસે (Mumbai Police) શુક્રવારે આ મામલે કેસ નોંધ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે હેલ્મેટ પહેર્યા વગર એક છોકરો વધુ બે છોકરીઓ સાથે બાઇક પણ ખતરનાક સ્ટંટ કરી રહ્યો છે. વીડિયોના આધારે મુંબઈ પોલીસે કેસ નોંધ્યો છે. મુંબઈ ટ્રાફિક પોલીસે (Mumbai Traffic Police) ટ્વિટર પર લખ્યું, “BKC પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીની ઓળખ કરવા માટે તપાસ ચાલી રહી છે. જો કોઈને આ વીડિયોમાંના વ્યક્તિઓ વિશે કોઈ માહિતી હોય, તો તમે સીધા જ અમને DM કરી શકો છો.”
આ વીડિયો મૂળરૂપે પોથોલ વોરિયર્સ ફાઉન્ડેશન દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, “ખતરનાક સ્ટંટ જેમાં ૩ લોકો બાઇક પર છે, એક આગળ અને એક પાછળ, બાઇક ચલાવનારે હેલ્મેટ પહેર્યું નથી. કૃપા કરીને તેમને પકડો.” અન્ય એક ટ્વીટમાં મુંબઈ પોલીસે કહ્યું કે, “માત્ર દંડ જ નહીં, પરંતુ આ વીડિયોમાં દેખાતા આરોપીઓ પર પણ કેસ નોંધવામાં આવ્યો છે અને તેમને કાયદાકીય પરિણામ ભોગવવા પડશે. વીડિયોમાં દેખાતી બંને યુવતીઓ સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. એફઆઈઆરમાં તેમની સામે આઈપીસીની કલમ 114 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો: કૉંગ્રેસ અને NCPના ખટરાગ વચ્ચે ગડકરી અને પવાર 8 કલાકમાં બે વાર મળ્યા, જાણો વિગત
દરમિયાન અન્ય એક કેસમાં 15 માર્ચે, હરિયાણા પોલીસે વાયરલ વિડિયોના સંબંધમાં બે પુરુષોની ધરપકડ કરી હતી, જેમાં એક માણસ ગુરુગ્રામમાં ચાલતી કારમાંથી ચલણી નોટો ફેંકતો જોવા મળે છે.” એક અધિકારીએ જણાવ્યું હતું કે, “આરોપીની ઓળખ ઝોરાવર સિંહ કલસી અને ગુરપ્રીત સિંહ તરીકે થઈ છે. આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે.” આસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ (એસીપી) વિકાસ કૌશિકે જણાવ્યું હતું કે, "બંને આરોપી જોરાવર સિંહ કલસી અને ગુરપ્રીત સિંહની ધરપકડ કરવામાં આવી છે. તેમણે એક વાયરલ વીડિયો બનાવ્યો હતો, જેમાં તે ગુરુગ્રામમાં ચાલતી કારમાંથી નોટો ફેંકતો જોવા મળે છે.”