midday

Mumbai ઍરપૉર્ટ પર 1.40 કરોડ રૂપિયાના સોના સાથે ત્રણની ધરપકડ

12 March, 2023 08:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આરોપી પોતાના અન્ડરગારમેન્ટ્સમાં સંતાડીને 1.40 કરોડ રૂપિયાના ત્રણ કિલોગ્રામ સોનાને લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. કેસની સૂચના કસ્ટમના વરિષ્ઠ અધિકારીએ રવિવારે આપી અને જણાવ્યું કે ધરપકડ 10 માર્ચના રોજ કરવામાં આવી.
પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

Mumbaiના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પર સોનાની તસ્કરીના આરોપમાં ત્રણ વિદેશી નાગરિકોને સીમા શુલ્ક અધિકારીઓએ પકડ્યા છે. તે આરોપી પોતાના અન્ડરગારમેન્ટ્સમાં સંતાડીને 1.40 કરોડ રૂપિયાના ત્રણ કિલોગ્રામ સોનાને લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. કેસની સૂચના કસ્ટમના વરિષ્ઠ અધિકારીએ રવિવારે આપી અને જણાવ્યું કે ધરપકડ 10 માર્ચના રોજ કરવામાં આવી.

અધિકારીએ કહ્યું, ત્રણ વિદેશી નાગરિક આદિસ અબાબાથી મુંબઈ ઍરપૉર્ટ પર પહોંચ્યા. તેમણે સીક્રેટ માહિતીના આધારે રોકવામાં આવ્યા. સોનું તેમના અંડરગારમેન્ટ્સ અને તેમના બૂટનો સોલમાં સંતાડવામાં આવ્યું હતું.

અધિકારીએ કહ્યું કે સોનાને સીમા શુલ્ક અધિનિયમની કલમ 110 હેઠળ જપ્ત કરી લેવામાં આવ્યા અને પ્રવાસીઓની ધરપકડ કરવામાં આવી.

આ પણ વાંચો : એક વર્ષની બાળકીના મગજમાં ભ્રૂણ?, કમરથી લઈને હાડકાં પણ થયા વિકસિત!!!

તેમને એક કૉર્ટની સામે રજૂ કરવામાં આવ્યા જેણે તેમને 14 દિવસની ન્યાયિક અટકમાં મોકલી દીધા.

Mumbai mumbai news mumbai airport chhatrapati shivaji international airport Crime News mumbai crime news