મુંબઈમાં એક વર્ષમાં ૨૫,૮૩૫ ગર્ભપાત

10 June, 2024 07:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માનસિક રોગનું જોખમ હોવાથી ૫૫૪ ગર્ભપાત કરવામાં આવ્યા હતા.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મુંબઈમાં ૨૦૨૩ના એપ્રિલથી ૨૦૨૪ના માર્ચ મહિનાના એક વર્ષના સમયગાળામાં ૨૫,૮૩૫ ગર્ભપાતના કેસ નોંધાયા હતા. સુધરાઈ સંચાલિત હૉસ્પિટલોમાં આ ગર્ભપાત કરવામાં આવ્યા હતા. ગર્ભવતીનો જીવ જોખમમાં હોય એવા ૧૦૫૨ કેસમાં ગર્ભપાત કરવામાં આવ્યા હતા. આ સિવાય ૭૬૭ કેસમાં ગર્ભવતીને ઈજા થયા બાદ ગર્ભપાત કરવામાં આવ્યા હતા. બળાત્કાર બાદ ગર્ભ રહી જતાં ૫૩ કેસમાં ગર્ભપાત કરવામાં આવ્યો હતો. માનસિક રોગનું જોખમ હોવાથી ૫૫૪ ગર્ભપાત કરવામાં આવ્યા હતા. ૧૫ વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓને ગર્ભ રહી જતાં આશરે ૧૫ ગર્ભપાત કરવામાં આવ્યા હતા. ૧૫થી ૧૯ વર્ષની છોકરીઓના ૩૧૮ ગર્ભપાત કરવામાં આવ્યા હતા.

મુંબઈમાં ગર્ભપાતની સંખ્યા
વય જૂથ    ગર્ભપાતની સંખ્યા
૧૫ વર્ષથી ઓછી    ૧૫
૧૫થી ૧૯ વર્ષ    ૩૧૮
૨૦થી ૨૪ વર્ષ    ૩૬૬૯
૨૫થી ૨૯ વર્ષ    ૭૬૦૬
૩૦થી ૩૪ વર્ષ    ૮૦૨૧
૩૫થી ૩૯ વર્ષ    ૪૮૦૨
૪૦થી ૪૪ વર્ષ    ૧૨૭૭
૪૫ વર્ષથી વધુ    ૧૨૭
કુલ    ૨૫,૮૩૫

mumbai news mumbai mumbai crime news Crime News