ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં થયો ૨૫,૦૦૦ ઘરોનો સર્વે

28 November, 2024 01:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૬૦,૦૦૦ ઘરોને નંબર આપી દેવામાં આવ્યા

ફાઇલ તસવીર

લોકસભા અને વિધાનસભાની ચૂંટણી અને લાંબું ચોમાસું હોવા છતાં ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજક્ટમાં કામ આગળ વધ્યું છે અને અગાઉથી કરવામાં આવેલા પ્લાનિંગ પ્રમાણે ધારાવીમાં આવેલાં ઘરોનું સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે અને નંબર આપવામાં આવી રહ્યા છે. આ પ્રોજેક્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘સર્વે કરવા માટે ધારાવી સ્લમના પાંચ વિસ્તારને ૩૪ ઝોનમાં વહેંચી દેવામાં આવ્યા છે. આ વર્ષના માર્ચ મહિનાના ત્રીજા અઠવાડિયાથી મકાનોનો સર્વે કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. દરરોજ સરેરાશ ૪૦૦ મકાનોને નંબર આપવાની સાથે ૨૫૦ મકાનોનાં ડૉક્યુમેન્ટ્સ ચેક કરવામાં આવી રહ્યાં છે. ફીલ્ડ ટીમોની સખત મહેનતથી અત્યાર સુધીમાં ૨૫,૦૦૦ ઘરોનો સર્વે કરીને ૬૦,૦૦૦ જેટલાં ઘરોને નંબર આપી દેવામાં આવ્યા છે. સર્વે કરવાનું કામ ઝડપથી કરવા માટે વધુ ટીમો કામે લગાવવામાં આવશે. ધારાવીનાં તમામ ઘરોનો સર્વે થયા બાદ અહીં કેટલાં પાત્ર અને કેટલાં અપાત્ર ઘર છે એનો અંદાજ આવશે. એના આધારે રાજ્ય સરકાર આગળનો નિર્ણય લઈ શકશે.’

Lok Sabha maharashtra assembly election 2024 assembly elections dharavi mumbai news mumbai