IT કંપનીમાં કામ કરતી યુવતીએ મરીન ડ્રાઇવથી દરિયામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું

16 July, 2024 02:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સવારના ૧૧થી ૧૨ની વચ્ચે તેને બહાર કાઢવામાં આવ્યા બાદ GT હૉસ્પિટલ લઈ જવાઈ હતી જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કરી હતી

પોલીસ મમતા કદમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો

અંધેરીમાં રહેતી અને ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (IT) કંપનીમાં કામ કરતી ૨૩ વર્ષની મમતા પ્રવીણ કદમે ગઈ કાલે મરીન ડ્રાઇવની પાળી પરથી નીચે દરિયામાં ઊતરી જીવન ટૂંકાવી દીધું હતું. મરીન ડ્રાઇવ પોલીસ અને ફાયર-બ્રિગેડના જવાનોએ તેને બહાર કાઢી ગોકુળદાસ તેજપાલ (GT) હૉસ્પિટલ લઈ ગયા હતા, પણ ડૉક્ટરે તેને તપાસીને મૃત જાહેર કરી હતી.

ગઈ કાલે સવારે તે ઘરેથી ઑફિસ જાઉં છું એમ કહીને નીકળી હતી. જોકે તે ઑફિસે ન જતાં મરીન ડ્રાઇવ પહોંચી હતી. તેણે મરીન ડ્રાઇવની પાળી પરથી નીચે ટેટ્રાપૉડ પર ઊતરીને દરિયામાં ઝંપલાવી દીધું હતું. આ બાબતની જાણ કોઈએ મરીન ડ્રાઇવ પોલીસને કરતાં પોલીસ અને ફાયર-બ્રિગેડ બન્ને ત્યાં પહોંચી હતી. સવારના ૧૧થી ૧૨ની વચ્ચે તેને બહાર કાઢવામાં આવ્યા બાદ GT હૉસ્પિટલ લઈ જવાઈ હતી જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કરી હતી. પોલીસને તેની બૅગ મળી આવી હતી જેમાં તેનો મોબાઇલ ફોન હતો. એની ચકાસણી કરતાં અમુક વ્યક્તિગત કારણોને લઈ તેણે જીવન ટૂંકાવ્યું હોવાનું પોલીસને જણાઈ આવ્યું હતું.

andheri marine drive suicide mumbai police mumbai mumbai news