02 June, 2023 10:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિધિ કનેરિયા
ઇલેક્ટ્રૉનિક્સ ઍન્ડ કમ્પ્યુટર સાયન્સના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી ૨૩ વર્ષની વિધિ રસિકભાઈ કનેરિયા હાલ હૃદય અને ફેફસાંની બીમારીથી પીડાઈ રહી છે અને એચ. એન. રિલાયન્સ હૉસ્પિટલ (હરકિસનદાસ હૉસ્પિટલ)ના ડૉક્ટરો તેની સારવાર કરી રહ્યા છે. તેમના કહેવા મુજબ વિધિનું હૃદય અને ફેફસાં બંને ટ્રાન્સપ્લાન્ટ કરવાં પડે એમ છે. હાલ ડોનરની રાહ જોવાઈ રહી છે. એની સાથે જ તેનો મધ્યમવર્ગીય પરિવાર આ અતિશય મોંઘી સર્જરી માટે પૈસા ઊભા કરી રહ્યો છે. કુલ ખર્ચ ૩૫ લાખ રૂપિયાની આસપાસ છે. એમાંથી ૨૩ લાખ રૂપિયાની અરેન્જમેન્ટ થઈ શકી છે, પણ બાકીના ૧૨ લાખ હજી બાકી છે. એથી તેને એ રકમ મળી રહે એ માટે તેના પરિવાર દ્વારા જાહેર અપીલ કરાઈ છે.
વિધિ વિશે માહિતી આપતાં તેનાં મમ્મી અર્ચનાબહેને કહ્યું હતું કે ‘લૉકડાઉન વખતે વિધિ જૉબ કરતી હતી અને ઑફિસમાં જ તે ખુરશી પરથી પડી જતાં તેને ડૉક્ટર પાસે લઈ ગયા હતા. ડૉક્ટરે તેનું હૃદય અને ફેફસાં વીક હોવાની જાણ કરી હતી. હાલ વિધિ કોઈ પ્રકારની હેવી ઍક્ટિવિટી કરી શકતી નથી. તે જો ૧૦૦ ડગલાં પણ એકસાથે ચાલે તો તેના હાર્ટબીટ્સ વધી જાય છે. તેની સારવાર એચ. એન. રિલાયન્સ હૉસ્પિટલના ડૉક્ટર અન્વય મૂળે અને ડૉ. તલ્હા મિરાન કરી રહ્યા છે. તેમના કહેવા મુજબ જો કોઈ બ્રેઇન ડેડ પેશન્ટના પરિવારના સભ્યો દ્વારા તેનાં ઑર્ગન્સ ડોનેટ કરાય તો જ આ સર્જરી શક્ય બનતી હોય છે. એની કૉસ્ટ ૩૦ લાખ રૂપિયા છે. એમાં પણ જો બહગારગામથી એ ઑર્ગન્સ ઍરલિફ્ટ કરીને મગાવવાનાં હોય તો એનો પાંચ લાખ રૂપિયાનો ખર્ચ વધુ ગણવો પડે. એટલે એટલી તૈયારી રાખવી પડે.’
૬ વર્ષ પહેલાં વિધિના પિતાનું અમદાવાદમાં બીઆરટીએસની બસે અડફેટે લેતાં મૃત્યુ થયું હતું. હાલ તેના પરિવારમાં તે અને તેની માતા બે જ જણ છે. અર્ચનાબહેન સાડીમાં ડિઝાઇન કરીને કાચના ડાયમન્ડ લગાવવાનું ઘરઘરાઉ કામ કરે છે, જ્યારે થોડી ઘણી મદદ અર્ચનાબહેનના પિતા કરે છે. વિધિની સારવાર કરાવવાની હોવાથી બંને હાલ સુરત ખાતે રહે છે. ૨૦૨૦થી વિધિ અસાધ્ય બીમારીથી પીડાતી હોવાથી મુખ્ય પ્રધાન સહાયતા કોષમાંથી તેને આ સર્જરી માટે ૧૦ લાખ રૂપિયા અને વડા પ્રધાન રાહત કોષમાંથી ત્રણ લાખ રૂપિયા મંજૂર થયા છે. આ ઉપરાંત સર દોરાબજી તાતા ટ્રસ્ટ પણ જો એ સર્જરી હરકિસનદાસ હૉસ્પિટલમાં થાય તો ૧૨ લાખ રૂપિયા અને મુંબઈની અન્ય કોઈ હૉસ્પિટલમાં થાય તો સાત લાખ રૂપિયા સુધીની સહાય આપશે. એમ છતાં સર્જરી કરવાની રકમ ઓછી પડતી હોવાથી વિધિના પરિવાર દ્વારા તેને મદદ કરવા જાહેર અપીલ કરાઈ છે.
જે ‘મિડ-ડે’ના વાચકો વિધિને મદદ કરવા માગતા હોય તો તેમણે નીચે આપેલી વિગતો અનુસાર હૉસ્પિટલના નામે જ મદદ આપવાની છે. સાથે કાળજી એ રાખવાની છે કે એ મદદ વિધિ કનેરિયાને જ મળે. એ માટે પૈસા જો ઑનલાઇન ટ્રાન્સફર કરવાના હો તો રેફરન્સની કૉલમમાં તેનું નામ અને પેશન્ટ આઇડી નંબર જરૂરથી લખવો. વળી એ પેમેન્ટ કર્યા પછી એની રિસીટ ૮૮૬૬૮ ૦૧૯૦૯ વૉટ્સઍપ નંબર પર તરત જ મોકલી દેવી, જેથી સારવાર માટે કેટલી મદદ મળી અને કેટલી રકમ બાકી રહી એનો તેઓ ટ્રૅક રાખી શકે.
Patient Name: Ms. Vidhi Kaneriya (Age: 23 yrs)
Patient ID: 10340490
Dr’s Name : 1. Dr. Anvay Mulay, 2. Dr. Talha Meeran
NEFT/RTGS details:
A/c No : 000401185967
IFSC Code : ICIC0003611
Bank Name : ICICI Bank Branch Name: Sir H N Hospital Branch
MICR Code (Savings A/c): 400229002
Benificiary Name Sir H.N. Hospital Trust
Email Address:
rfh.ipbilling@rfhospital.org Patient Name, Patient ID, UTR Numb