મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ૨૧ કિલોમીટર લાંબી ટનલ બાંધકામ અપડેટ્સ

09 February, 2024 08:58 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ૨૧ કિલોમીટર લાંબી ટનલનું બાંધકામ મહત્ત્વના તબક્કામાં પહોંચ્યું

મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ૨૧ કિલોમીટર લાંબી ટનલ બાંધકામ અપડેટ્સ

વિક્રોલી ખાતે શાફ્ટ પાઇ​લિં​ગનું કાર્ય ૧૦૦ ટકા પૂરું થયું એ સાથે સાત કિલોમીટર લાંબી સમુદ્ર હેઠળની ટનલ સહિત ૨૧ કિલોમીટર લાંબી ટનલનું બાંધકામ મહત્ત્વના તબક્કામાં પહોંચ્યું છે જે મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો એક હિસ્સો છે. બાંદરા–કુર્લા કૉમ્પ્લેક્સ અને ઘનસોલીની સામસામી દિશામાં આ શાફ્ટનો ઉપયોગ બે ટનલના બો​રિંગ મશીન માટે કરવામાં આવશે. બીકેસી અને કલ્યાણ નજીક શીલફાટા ખાતે બુલેટ ટ્રેન સ્ટેશનો માટે ટનલનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. ભૂગર્ભમાં અને સમુદ્ર હેઠળ દેશની આ સૌપ્રથમ ટનલ છે.

પાંચ સ્થળોએ બાંધકામ શરૂ થઈ ચૂક્યું છે. શાફ્ટ વન મુંબઈ એચએસઆર સ્ટેશન બાંધકામસ્થળે છે, જ્યાં ઊંડાઈ ૩૬ મીટર છે. સ્કેન્ટ પાઇલિંગ વર્ક ૧૦૦ ટકા પૂરું થયું છે અને ખોદકામ ચાલી રહ્યું છે એમ નૅશનલ હાઈ સ્પીડ રેલ કૉર્પોરેશન લિમિટેડના એક પ્રવક્તાએ જણાવ્યું હતું. આ પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે વિક્રોલી ખાતે શાફ્ટ ૩૬ મીટરની ઊંડાઈએ છે અને પાઇલિંગનુ કાર્ય પૂરું થયું છે. હાલમાં ખોદકામ કરવામાં આવી રહ્યું છે. ઘનસોલી નજીક સાવલી ખાતે શાફ્ટ ૩, ૩૯ મીટરની ઊંડાઈએ છે અને ખોદકામ શરૂ થયું છે.

ન્યુ ઑસ્ટ્રેલિયન ટનલિંગ મેથડ (એનએટીએમ)નો ઉપયોગ કરીને શીલફાટા ખાતે કાર્યની શરૂઆત થઈ છે અને સાઇટ પર પોર્ટલ કાર્ય પણ શરૂ થઈ ચૂક્યું છે. એનએટીએમના ઉપયોગમાં શાફ્ટના બાંધકામમાં પડકારો છે. એમાં એકથી વધુ નિયં​ત્રિત બ્લાસ્ટનો સમાવેશ થાય છે.

rajendra aklekar vikhroli mumbai news mumbai ahmedabad bullet train