02 July, 2024 03:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ જણાવ્યું હતું કે ૨૦૦૦ રૂપિયાની ૯૭.૮૭ ટકા ચલણી નોટો બૅન્કિંગ સિસ્ટમમાંથી પાછી આવી ગઈ છે છતાં પણ આશરે ૭૫૮૧ કરોડ રૂપિયાની ચલણી નોટો હજી પણ લોકો પાસે છે.
૨૦૨૩ની ૧૯ મેએ RBIએ ૨૦૦૦ રૂપિયાની ચલણી નોટને સર્ક્યુલેશનમાંથી પાછી ખેંચી લેવાનો નિર્ણય લીધો હતો. એ સમયે ૨૦૦૦ રૂપિયાની ૩.૫૬ લાખ કરોડ રૂપિયાની ચલણી નોટો સર્ક્યુલેશનમાં હતી. ૨૦૨૩ની ૭ ઑક્ટોબર સુધી આ નોટો બૅન્કોમાં પાછી જમા કરાવવાની હતી. ૨૮ જૂન સુધીમાં ૭૫૮૧ કરોડ રૂપિયાની ચલણી નોટો પાછી આવી નથી.