07 July, 2024 08:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મહારાષ્ટ્ર વિધાનસભાની ઑક્ટોબર-નવેમ્બરમાં યોજાનારી ચૂંટણી લડવા ઇચ્છતા લોકો પાસેથી કૉન્ગ્રેસે ગઈ કાલે અરજીઓ મગાવી હતી. જનરલ કૅટેગરીની ટિકિટ મેળવવા અરજી સાથે ૨૦ હજાર રૂપિયા ચૂકવવા પડશે; જ્યારે અનુસૂચિત જાતિ, પછાત વર્ગ અને મહિલા વર્ગ માટે ૧૦ હજાર રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. કૉન્ગ્રેસના મહારાષ્ટ્રના પ્રભારીએ કહ્યું હતું કે ઉમેદવારી ફૉર્મ માટે રૂપિયા લેવાનો ઉદ્દેશ પાર્ટી-ફન્ડ જમા કરવાનો નથી, પણ ગંભીર લોકો જ ચૂંટણી લડવા આગળ આવે એ છે. મહારાષ્ટ્રના દરેક જિલ્લામાં આવી રીતે ફૉર્મ સ્વીકારવામાં આવશે એટલે ઇચ્છુક ઉમેદવારોએ તેમના જિલ્લામાં આવેલી પક્ષની ઑફિસમાં એ આપવાનું રહેશે. પક્ષે પદાધિકારીઓ અને કાર્યકરોને તેમના વિધાનસભા ક્ષેત્રમાં મતદારયાદીમાં જેમનાં નામ ન હોય તેમને મદદ કરવાનું પણ કહ્યું છે.