06 November, 2024 10:43 AM IST | Pune | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પુણેમાં ૧૭ વર્ષની સગીર છોકરીનાં લગ્ન ૨૨ વર્ષના યુવક સાથે કરાવવાની ઘટના નોંધાઈ છે. છોકરી સગીર હોવા છતાં તેનો પતિ તેની સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધતો હતો એ અસહ્ય બની જવા ઉપરાંત તે પ્રેગ્નન્ટ થઈ ગઈ છે. આથી તેણે હિંમત બતાવીને પુણેના સિંહગડ પોલીસ-સ્ટેશનમાં પતિ ઉપરાંત માતા-પિતા અને સાસુ-સસરા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બાળવિવાહ પ્રતિબંધક કાયદા અંતર્ગત પીડિતાના સંબંધીઓ સામે ફરિયાદ નોંધીને આગળની તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે ત્રણ મહિના પહેલાં ફરિયાદી છોકરીનાં લગ્ન કરવામાં આવ્યાં હતાં.