છેલ્લાં ત્રણ વર્ષમાં મુંબઈમાં આગની ૧૩,૦૦૦ ઘટના ૬૫ લોકોનાં મોત

04 July, 2024 08:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગયા જાન્યુઆરી સુધી છેલ્લાં ત્રણ વર્ષમાં મુંબઈમાં આગની ૧૩,૦૦૦ ઘટનાઓ બની હતી અને ૬૫ લોકોએ જીવ ગુમાવ્યા હતા

એકનાથ શિંદે

મુંબઈમાં છેલ્લાં ત્રણ વર્ષમાં આગની ૧૩,૦૦૦ ઘટનાઓ બની છે. એમાં ૬૫ લોકોનાં મોત થયાં હોવાનું અને ૪૭૩ લોકો ઘાયલ થયા હોવાનું ખુદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે વિધાન પરિષદમાં જણાવ્યું હતું.

કૉન્ગ્રેસના વિધાન પરિષદના સભ્ય ભાઈ જગતાપે કરેલા એક સવાલનો જવાબ આપતાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદએ કહ્યું હતું કે ‘ગયા જાન્યુઆરી સુધી છેલ્લાં ત્રણ વર્ષમાં મુંબઈમાં આગની ૧૩,૦૦૦ ઘટનાઓ બની હતી અને ૬૫ લોકોએ જીવ ગુમાવ્યા હતા. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન ‍(BMC) દ્વારા ૧૨૭૦ બિલ્ડિંગોનો સર્વે કરવામાં આવ્યો હતો જેમાં ૨૭૮ બિલ્ડિંગોએ નિયમોનું પાલન ન કર્યું હોવાનું જણાઈ આવ્યું હતું. એથી એમને એ વિશે નોટિસ મોકલવામાં આવી હતી. બિલ્ડિંગની સોસાયટીએ ત્યાર બાદ સુરક્ષાનાં જરૂરી પગલાં લીધાં હતાં.’ મુખ્ય પ્રધાને એમ પણ કહ્યું હતું કે ૭૦ મીટર કરતાં ઊંચા બિલ્ડિંગમાં આગથી બચવા ફાયર ઇવેક્યુએશન‌ લિફ્ટ હોવી ફરજિયાત છે. 

mumbai mumbai news fire incident