ડિપ્રેશન, ઓનલાઇન ગેમિંગ ડિસઓર્ડરથી પીડીત વિદ્યાર્થી આપશે 12ની પરીક્ષા: બોમ્બે HC

07 July, 2024 07:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

HSC Improvement Exam 2024: ડિપ્રેશનને લીધે તે 600માંથી માત્ર 316 માર્ક્સ મેળવવામાં સફળ રહ્યો હતો એવો દાવો અરજદાર વિદ્યાર્થીએ કર્યો હતો.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - MidJourney)

ડિપ્રેશન અને ઓનલાઇન ગેમિંગ ડિસઓર્ડરથી પીડાતા (HSC Improvement Exam 2024) એક 19 વર્ષના છોકરાને ધોરણ બારમાં સુધારણા પરીક્ષામાં બેસવાની મંજૂરી બોમ્બે હાઈ કોર્ટે આપી છે. જસ્ટિસ એ એસ ચંદુરકર અને રાજેશ પાટીલની ડિવિઝન બેન્ચે ચોથી જુલાઈના રોજ આપેલા આદેશમાં જણાવ્યું હતું કે છોકરો ન્યાયના હિતમાં આવીને તેના હાયર સેકન્ડરી સર્ટિફિકેટ (HSC) એટલે કે 12માં ધોરણની સુધારણા પરીક્ષામાં બેસવાની તક આપવાને પાત્ર છે.

બારમાં ધોરણની સુધારણા પરીક્ષામાં (HSC Improvement Exam 2024) તેને બેસવા દેવામાં આવે તેવી અરજી એક વિદ્યાર્થીએ બોમ્બે હાઈ કોર્ટમાં કરી હતી. આ અરજીમાં વિદ્યાર્થીએ કહ્યું હતું કે તે હંમેશાથી એક સારા માર્કસ લાવનાર ટોપર વિદ્યાર્થી હતો અને ધોરણ આગયારમાં ધોરણ સુધી તેને 85થી 93 ટકા જેટલા માર્ક્સ મળતા હતા.

જો કે, જ્યારે તે માર્ચ 2023માં તેની બારમા ધોરણની પરીક્ષામાં હાજર થયો ત્યારે તે ડિપ્રેશનથી (HSC Improvement Exam 2024) પીડાતો હતો. ડિપ્રેશનને લીધે તે 600માંથી માત્ર 316 માર્ક્સ મેળવવામાં સફળ રહ્યો હતો. અરજદાર વિદ્યાર્થીએ દાવો કર્યો હતો કે તે જુલાઈ 2023થી ડિસેમ્બર 2023 સુધી તે ડિપ્રેશન અને ચિંતાની મેડિકલ સારવાર હેઠળ હતો. અરજીમાં જણાવ્યું હતું કે તેણે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર હૉસ્પિટલમાં પણ સારવાર કરાવી હતી, આ સાથે તેને ઈન્ટરનેટ ગેમિંગ ડિસઓર્ડર હોવાનું પણ નિદાન થયું હતું જેના કારણે તે જુલાઈ 2023 માં યોજાયેલી 12માં ધોરણની પુનઃ પરીક્ષામાં હાજર રહી શક્યો ન હતો.

આ વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે માર્ચ 2024 માં યોજાનારી સુધારણા પરીક્ષામાં હાજર રહેવાની તેની વિનંતીને કૉલેજ (HSC Improvement Exam 2024) દ્વારા નકારવામાં આવ્યા પછી તેણે બોમ્બે હાઇ કોર્ટમાં અરજી દાખલ કરી ન્યાયની માગણી કરી હતી. અરજીમાં, છોકરાએ જણાવ્યું હતું કે આ વર્ષે 16 જુલાઈના રોજ અન્ય સુધારણા પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મામલે ચુકાદો આપતા અદાલતે કહ્યું હતું કે “છોકરાના મેડિકલ રિપોર્ટ્સ જોયા બાદ કહ્યું કે તે ઈન્ટરનેટ ગેમિંગ ડિસઓર્ડરની સારવાર લઈ રહ્યો છે. અદાલતમાં હાજર (HSC Improvement Exam 2024) કરવામાં આવેલા દસ્તાવેજોની પ્રામાણિકતા પર કોઈ શંકા નથી. કેસના વિશિષ્ટ તથ્યોમાં, અમને જણાયું છે કે આ વિદ્યાર્થી તેના માર્કસમાં સુધારો કરવાની તક આપવાને પાત્ર છે કારણ કે તેને મેડિકલ સરકારના કારણોસર અગાઉ પરીક્ષામાં બેસવાથી રોકવામાં આવ્યો હતો. અમારા મતે, મેડિકલ પેપર્સ અરજદારની અરજીને સમર્થન આપે છે કે તે અગાઉ આ પરીક્ષા આપવા માટે અસમર્થ હતો”.

વધુમાં અદાલતે કહ્યું કે “ન્યાયના હિતમાં, અરજદારે કૉલેજ સાથે જુલાઈ 2024ની પરીક્ષામાં (HSC Improvement Exam 2024) બેસવાની પરવાનગી માગતી આવશ્યક અરજીને આધિન, જરૂરી લેટ ફીની ચુકવણી સાથે, તેને 16મી જુલાઈથી શરૂ થનારી પરીક્ષામાં બેસવાની પરવાનગી આપવામાં આવશે”.

mumbai news 12th exam result bombay high court mumbai Education health tips