AC લોકલમાં બે દિવસમાં ૧૨૭૩ ખુદાબક્ષ મુસાફરો પકડાયા, ચાર લાખ રૂપિયાનો દંડ

27 August, 2024 03:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પહેલા દિવસે ૫૯૫ પ્રવાસીઓ વિધાઉટ ટિકિટ પ્રવાસ કરતાં પકડાયા હતા જ્યારે બીજા દિવસે એ આંકડો ૬૭૮નો હતો.

પ્રતીકાત્મક તસવીર

વેસ્ટર્ન રેલવેએ શુક્રવારે અને શનિવારે એમ ​બે દિવસ ઍર-કન્ડિશન્ડ (AC) ટ્રેનમાં ખુદાબક્ષોને પકડવા માટે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ની મદદથી સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. પીક-અવર્સમાં આયોજિત કરાયેલી આ સ્પેશ્યલ ડ્રાઇવમાં બે દિવસમાં ૪ લાખ રૂપિયા કરતાં વધુનો ફાઇન ખુદાબક્ષો પાસેથી વસૂલવામાં આવ્યો હતો.  
વેસ્ટર્ન રેલવેએ જણાવ્યા અનુસાર આ બન્ને દિવસ મળીને ૧૨૭૩ ખુદાબક્ષ મુસાફરોને પકડવામાં આવ્યા હતા. આ સ્પેશ્યલ ડ્રાઇવની વિશેષતા એ હતી કે સવારના અને સાંજના બન્ને વખતના પીક-અવર્સમાં એ હાથ ધરવામાં આવી હતી જ્યારે ટ્રેનમાં ભારે ભીડ હોય છે. રેલવેનું માનવું હતું કે પીક-અવર્સની ગિરદીનો લાભ લઈને અનેક ખુદાબક્ષ મુસાફરો આ સમયે AC ટ્રેનમાં ટ્રાવેલ કરે છે તેમને પકડવામાં આવે. પહેલા દિવસે ૫૯૫ પ્રવાસીઓ વિધાઉટ ટિકિટ પ્રવાસ કરતાં પકડાયા હતા જ્યારે બીજા દિવસે એ આંકડો ૬૭૮નો હતો. હાલમાં રોજની ૭૯ AC ટ્રેન દોડે છે અને એમાં દરરોજ સરેરાશ ૧.૫ લાખ લોકો પ્રવાસ કરે છે. 

western railway AC Local mumbai local train mumbai news mumbai trains