ડબ્બાવાળાઓને મળશે ૨૫ લાખ રૂપિયામાં ૫૦૦ ફીટનું ઘર

14 September, 2024 07:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પીએમ આવાસ યોજનામાં ત્રણ વર્ષમાં ૩૦ એકર જમીન પર ઘર બનાવીને સોંપશે

ડબ્બાવાળાઓએ ગઈ કાલે દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત કરી હતી.

મુંબઈગરાઓને ડબ્બા પહોંચાડતા ૧૨,૦૦૦ ડબ્બાવાળાઓને ત્રણ વર્ષમાં તેમની માલિકીનાં ૫૦૦ ચોરસફીટનાં ઘર ૨૫ લાખ રૂપિયામાં મળશે. ગઈ કાલે સહ્યાદ્રિ ગેસ્ટહાઉસમાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં પીએમ આવાસ યોજના અંતર્ગત મકાનોના બાંધકામ બાબતે મહારાષ્ટ્ર હાઉસિંગ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી (MHADA)ના અધિકારી, નમન ડેવલપર્સના જયેશ શાહ, પ્રિયાંક હોમ્સ રિયલ્ટીના રુદ્રપતાપ ત્રિપાઠી, ડબ્બાવાળા સંગઠનના ઉલ્હાસ મૂકે અને ચર્મકાર નિવારા અસોસિએશનના અશોક ગાયકવાડ મહારાજની બેઠક મળી હતી. એમાં ડબ્બાવાળા અને ચર્મકાર સમાજ માટે ૧૨,૦૦૦ મકાન બાંધવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં MHADAએ પ્રિયાંક હોમ્સ રિયલ્ટી દ્વારા આપવામાં આવેલી ૩૦ એકર જમીનમાં મકાનો બનાવવા માટે નમન બિલ્ડર્સ સાથે કરાર કર્યા હતા. ૫૦૦ ચોરસફીટનાં ઘર ૨૫ લાખ રૂપિયામાં ન નફો ન નુકસાનના ધોરણે ડબ્બાવાળાઓને આપવામાં આવશે. ત્રણ વર્ષમાં આ પ્રોજેક્ટ પૂરો થવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

mumbai news mumbai MHADA maharashtra maharashtra news devendra fadnavis