ન્યુ યર સેલિબ્રેશન વખતે જુહુની ફાઇવસ્ટાર હોટેલની પાર્ટીમાં બાળકીના વિનયભંગની ફરિયાદ

03 January, 2023 01:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સવારે ૩ વાગ્યે ડાન્સ કરતી વખતે ૨૯ વર્ષના આરોપીએ બા‍ળકીને અણછાજતો સ્પર્શ કર્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

માતાપિતા સાથે જુહુની એક ફાઇવસ્ટાર હોટેલમાં ન્યુ યર સેલિબ્રેશન પાર્ટીમાં ગયેલી બાર વર્ષની બાળકીનો વિનયભંગ થયો હોવાની ફરિયાદ જુહુ પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ છે. 
થર્ટી ફર્સ્ટની નાઇટે એ બાળકી તેનાં માતાપિતા સાથે પાર્ટીમાં ગઈ હતી. સવારે ૩ વાગ્યે ડાન્સ કરતી વખતે ૨૯ વર્ષના આરોપીએ બા‍ળકીને અણછાજતો સ્પર્શ કર્યો હતો. એથી બાળકીએ તરત જ એ બાબતે પોતાનાં માતાપિતાને જાણ કરતાં તેમણે હોટેલના સ્ટાફને જાણ કરી હતી. હોટેલના સ્ટાફે એ આરોપી ભાગવાની ફિરાકમાં જ હતો એ જાણીને તેને ઝડપી લીધો હતો અને પોલીસને જાણ કરી હતી. જુહુ પોલીસે આરોપી સામે વિનયભંગ અને બાળકીનો વિનયભંગ થયો હોવાથી પોક્સો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી હતી. જુહુ પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર મુસલેકર કેસની વધુ તપાસ ચલાવી રહ્યા હોવાનું સિનિયર ​પોલીસ-ઇન્સ્પેક્ટર અજિત કુમાર વર્તકે જણાવ્યું હતું.  

mumbai mumbai news mumbai crime news Crime News juhu mumbai police new year