જોગેશ્વરી અને ગોરેગામ વચ્ચેના બ્રિજના ગર્ડર બદલવાના હોવાથી ૧૨ કલાકનો સ્પેશ્યલ બ્લૉક

15 November, 2024 01:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાર્બર લાઇનની ટ્રેનોને અંધેરી સુધી જ દોડાવવામાં આવશે. ચર્ચગેટથી ગોરેગામ-બોરીવલી જતી કેટલીક ટ્રેનો કૅન્સલ કરવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર

વેસ્ટર્ન રેલવેમાં જોગેશ્વરી-ગોરેગામ વચ્ચે આવેલા રોડ ઓવર બ્રિજ (બ્રિજ નંબર ૪૬)ના ગર્ડર બદલવાનું કામ કરવાનું હોવાથી શનિવારે રાતે ૧૧.૩૦થી લઈને રવિવારે સવારે ૧૧.૩૦ વાગ્યા સુધી સ્પેશ્યલ બ્લૉક લેવામાં આવ્યો છે. આ બ્લૉક દરમ્યાન કેટલીક સબર્બન ટ્રેનો અને મેલ-એક્સપ્રેસ ટ્રેનોને અસર થશે.

વેસ્ટર્ન રેલવેએ જણાવ્યા મુજબ બ્લૉકના આ સમય દરમ્યાન અંધેરી અને ગોરેગામ-બોરીવલી વચ્ચે સ્લો ટ્રૅક પર જતી અને આવતી બન્ને તરફની ટ્રેનો ફાસ્ટ ટ્રૅક પર દોડાવવામાં આવશે એથી એ રામમંદિર સ્ટેશન પર નહીં થોભે. એ સિવાય આ બ્લૉક દરમ્યાન હાર્બર લાઇનની ટ્રેન પણ નહીં દોડે. હાર્બર લાઇનની ટ્રેનોને અંધેરી સુધી જ દોડાવવામાં આવશે. ચર્ચગેટથી ગોરેગામ-બોરીવલી જતી કેટલીક ટ્રેનો કૅન્સલ કરવામાં આવશે. સ્લો ટ્રેનો ફાસ્ટ ટ્રૅક પર દોડવાની હોવાથી મેલ-એક્સપ્રેસ ટ્રેનો પણ ૧૦-૨૦ મિનિટ મોડી દોડશે. 

mumbai news mumbai western railway goregaon jogeshwari mumbai local train mega block