રેમો ડિસોઝા સામે નોંધાયો ૧૧.૯૬ કરોડ રૂપિયાની છેતરપિંડીનો ગુનો

19 October, 2024 08:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હવે આ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચ-૩ના પોલીસ ઇન્સ્પેક્ટર શાહુરાજ રણાવરે કરી રહ્યા છે. 

રેમો ડિસોઝા

વિખ્યાત કોરિયોગ્રાફર રેમો ડિસોઝા, તેની પત્ની અને કંપની સહિત કુલ આઠ જણ સામે બૉમ્બે હાઈ કોર્ટે આદેશ આપતાં મીરા રોડ પોલીસ-સ્ટેશનમાં ૧૧,૯૬,૧૦,૦૦૦ રૂપિયાની છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. હવે આ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચ-૩ના પોલીસ ઇન્સ્પેક્ટર શાહુરાજ રણાવરે કરી રહ્યા છે. 

વી અનબીટેબલ ડાન્સ ગ્રુપે તેમની સાથે રેમોએ ૧૧.૯૬ કરોડની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ મીરા રોડ પોલીસ-સ્ટેશનમાં કરી હતી. જોકે એ સંદર્ભે કોઈ પગલાં ન લેવાતાં આખરે તેમણે બૉમ્બે હાઈ કોર્ટમાં આ વિશે ફરિયાદ કરી હતી. એથી કોર્ટે પોલીસને તપાસ કરી ચાર અઠવાડિયાંમાં અહેવાલ આપવા જણાવ્યું હતું. એ અહેવાલ કોર્ટમાં અપાયા બાદ હવે મીરા રોડ પોલીસ-સ્ટેશનમાં એ સંદર્ભે ગુનો નોંધવામાં આવ્યો છે.  

mumbai news mumbai bombay high court remo dsouza Crime News mumbai crime news