પાણીનું બિલ નથી ભર્યું એટલે વેસ્ટર્ન રેલવેની લાઇન કપાઈ ગઈ

01 April, 2024 07:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મીરા-ભાઈંદર સુધરાઈએ શનિવાર સુધી ૧૦૭ લોકો સામે કાર્યવાહી કરી

ભાઈંદરની એક સોસાયટીમાં પાણીની લાઇન કાપી રહેલા સુધરાઈના કર્મચારીઓ.

પાણીનું બિલ ન ભરનારાઓ સામે મીરા-ભાઈંદર મહાનગરપાલિકાએ કાર્યવાહી શરૂ કરી છે. શનિવાર સુધીમાં સ્થાનિક સુધરાઈએ ભાઈંદરમાં આવેલી વેસ્ટર્ન રેલવેની ભાઈંદર ખાતેની ઇમારત સહિત ૧૦૭ નળ-કનેક્શન કાપી નાખ્યાં હોવાનું જાણવા મળ્યું હતું. સુધરાઈના એક અધિકારીના જણાવ્યા મુજબ અનેક વખત રિમાઇન્ડર આપવામાં આવ્યા બાદ પણ રેલવેનું ૭૫ લાખ રૂપિયાનું બિલ ભરવામાં ન આવતાં દોઢ ઇંચની પાણીની લાઇનનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે. મીરા-ભાઈંદરમાં થાણેથી પાણી પૂરું પાડવામાં આવે છે જેના માટે દર મહિને ૬ કરોડ રૂપિયા સુધરાઈ ચૂકવે છે. ૩૧ માર્ચે ફાઇનૅ​ન્શિયલ વર્ષ પૂરું થઈ રહ્યું હોવા છતાં અનેક લોકોએ પાણીનાં બિલ ભર્યાં ન હોવાનું અમારા ધ્યાનમાં આવ્યું છે.

mumbai news mumbai western railway bhayander mira road brihanmumbai municipal corporation