20 October, 2024 09:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મિસિંગ ડૉગ
દહિસર-વેસ્ટના કાંદરપાડામાંથી ગણેશોત્સવ દરમ્યાન ફટાકડાના અવાજથી ગભરાઈને ભાગી ગયેલા સ્ટ્રીટ-ડૉગને શોધી આપનારને ૧૦,૦૦૦ રૂપિયાનું રોકડ ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. ઇનામ જાહેર કરનાર સંદીપ શેટ્ટીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા વિસ્તારમાં ફરતો શેરુ ઉર્ફે કાલા જે આઠ વર્ષનો છે એનાથી મને અને મારા પરિવાર ઉપરાંત સોસાયટીમાં રહેતા બીજા લોકોને જબરદસ્ત લગાવ હોવાને કારણે મેં એને શોધી આપનારને ઇનામ આપવાનું નક્કી કર્યું છે. એને શોધવા માટે મેં અત્યાર સુધીમાં ૮૦૦૦ જેવાં પૅમ્ફ્લેટ્સ દહિસર, કાંદિવલી, બોરીવલી જેવા વિસ્તારોમાં નાખ્યા છે એટલું જ નહીં, મે ઍનિમલ ડૉક્ટરોની પણ આના માટે હેલ્પ લીધી છે.’