વસઈના રિસૉર્ટમાં ૧૦ વર્ષની બાળકી સ્વિમિંગ-પૂલમાં ડૂબી જઈને મૃત્યુ પામી

10 May, 2024 08:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વસઈ પોલીસ-સ્ટેશનના વરિષ્ઠ પોલીસ અધિકારીએ માહિતી આપી હતી કે ‘આ રિસૉર્ટમાં કોઈ લાઇફગાર્ડ ન હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.

પ્રતીકાત્મક તસવીર

વસઈમાં આવેલા રાનગાવમાં રૉયલ રિસૉર્ટમાં રહેલા સ્વિમિંગ-પૂલમાં બુધવારે સવારે ૧૦ વર્ષની બાળકીનું ડૂબી જવાથી મૃત્યુ થયું છે. વસઈ-વિરારમાં અનેક બીચ રિસૉર્ટ આવેલા હોવાથી હાલમાં ઉનાળાના વેકેશનને કારણે આ રિસૉર્ટમાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. વિરાર-ઈસ્ટના કારગિલ નગરમાં રહેતી મહિલા તેની દીકરી રિદ્ધિ માને સાથે રૉયલ રિસૉર્ટમાં ગઈ હતી. રિદ્ધિ તેની માતા સાથે સ્વિમિંગ-પૂલમાં ઊતરી હતી. થોડી વાર પછી મમ્મી રિસૉર્ટના રૂમમાં ગઈ ત્યાર બાદ રિદ્ધિનું પાણીમાં ડૂબીને મૃત્યુ થયું હતું. વસઈ પોલીસ-સ્ટેશનના વરિષ્ઠ પોલીસ અધિકારીએ માહિતી આપી હતી કે ‘આ રિસૉર્ટમાં કોઈ લાઇફગાર્ડ ન હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. હાલમાં અમે તપાસ કરી રહ્યા છીએ અને જે દોષી હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.’

mumbai news vasai