01 December, 2024 01:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ, થાણે અને ભિવંડીમાં જ્યાંથી પાણી સપ્લાય કરવામાં આવે છે એ પિસે ખાતેના ન્યુમૅટિક ગેટ સિસ્ટમમાં ગઈ કાલે ટેક્નિકલ ખામી આવી હતી. આથી આજે અને આવતી કાલે આ ગેટનું રિપેરિંગ હાથ ધરવામાં આવશે. આને લીધે આજથી પાંચમી ડિસેમ્બર સુધી મુંબઈ, થાણે અને ભિવંડીમાં પાણીની સપ્લાયને અસર થશે. આથી આ સમય દરમ્યાન ૧૦ ટકા પાણીકાપ મૂકવામાં આવ્યો છે. પાંચ દિવસ ઓછું પાણી મળવાને લીધે લોકોએ સાચવીને પાણીનો વપરાશ કરવાનું આહ્વાન પાણીપુરવઠા વિભાગે કર્યું છે.