EVMમાં ગરબડનો આરોપ કરીને ભૂતપૂર્વ પ્રધાન સહિત ૧૦ નેતાઓએ કરી ફેર-મતગણતરીની અરજી

30 November, 2024 07:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચૂંટણીનું રિઝલ્ટ જાહેર થયાના ૪૫ દિવસ સુધી પૈસા ભરીને ઇલેક્શન કમિશનમાં ફેર-મતગણતરી કરી શકાય છે.

પ્રતીકાત્મક તસવીર

વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિનો પ્રચંડ વિજય થયો છે ત્યારે રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન સહિત ૧૦ મોટા નેતાઓને પણ રિઝલ્ટમાં શંકા થઈ છે એટલે તેમણે ફરીથી ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM)ના મત અને વોટર વેરિફાયેબલ પેપર ઑડિટ ટ્રેઇલ (VVPAT)ની ​સ્લિપ સરખાવવા માટેની અરજી કરી હોવાનું જાણવા મળ્યું હતું. ચૂંટણીનું રિઝલ્ટ જાહેર થયાના ૪૫ દિવસ સુધી પૈસા ભરીને ઇલેક્શન કમિશનમાં ફેર-મતગણતરી કરી શકાય છે. આ માટે પ્રત્યેક ઉમેદવારે ૪૭,૨૦૦ હજાર રૂપિયા કલેક્ટર ઑફિસમાં ભર્યા છે.

બહુજન વિકાસ આઘાડીએ વસઈ, નાલાસોપારા અને બોઇસર બેઠક; કૉન્ગ્રેસે વસઈ; નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર)એ વિક્રમગડ અને રાહુરી બેઠક; ભારતીય જનતા પાર્ટી (BJP)ના ભૂતપૂર્વ પ્રધાન રામ શિંદેએ કર્જત-જામખેડ; શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)એ નાશિક-પશ્ચિમ, ડોમ્બિવલી અને ઉરણ બેઠકમાં ફરીથી મતગણતરી કરવાની અરજી કરી છે. 

mumbai news mumbai political news maharashtra political crisis bharatiya janata party nationalist congress party shiv sena congress election commission of india