midday

દેવેન્દ્ર ફડણવીસના શપથગ્રહણ બાદ મુંબઈમાંથી 1963 બેનર અને ઝંડા ખસેડાયા

09 December, 2024 04:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

5 ડિસેમ્બર, 2024ના મુંબઈમાં દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને એકનાથ શિંદે અને અજિત પવારે ઉપમુખ્યમંત્રી પદના શપત ગ્રહણ કર્યા.
દેવેન્દ્ર ફડણવીસ (ફાઈલ તસવીર)

દેવેન્દ્ર ફડણવીસ (ફાઈલ તસવીર)

5 ડિસેમ્બર, 2024ના મુંબઈમાં દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને એકનાથ શિંદે અને અજિત પવારે ઉપમુખ્યમંત્રી પદના શપત ગ્રહણ કર્યા. આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને અન્ય પ્રમુખ નેતાઓની હાજરીમાં મુંબઈના આઝાદ  મેદાનમાં આયોજિત કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ મુંબઈ નગર નિગમે શહેરમાંથી એક હજાર 963  બેનર અને ઝંડા ખસેડી દીધા છે. (After Devendra Fadnavis took oath, 1,963 banners and flags were removed from Mumbai)

મુંબઈમાંથી 1963 બેનર અને ઝંડા ખસેડવામાં આવ્યા
દેવેન્દ્ર ફડણવીસના શપથગ્રહણ સમારોહના બે દિસ બાદ મુંબઈ નગર નિગમે શહેરમાંથી 1963 બેનર, ફોટો, શુભેચ્છા બેનર અને ઝંડા ખસેડી દીધા છે. આમાંથી 766 બેનર તો માત્ર આઝાદ મેદાન વિસ્તારમાં હતા. દેવેન્દ્ર ફડણવીસનું શપથગ્રહણ સમારોહ આઝાદ મેદાનમાં આયોજિ હતું. આથી 1963 બેનર, 763 ઝંડા આ વિસ્તારમાં હતા.

5 ડિસેમ્બરે દેવેન્દ્ર ફડણવીસનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. આ સમારોહ પહેલા જાહેરાત કરવામાં આવી હતી કે દેવેન્દ્ર ફડણવીસ 4 ડિસેમ્બરે રાજ્યના મુખ્યમંત્રી બનશે. જે બાદ મુંબઈના ઘણા મોટા ભાગોમાં દેવેન્દ્ર ફડણવીસને અભિનંદન આપતા બેનરો અને ધ્વજ લગાવવામાં આવ્યા હતા. જેમાંથી 766 બેનરો આઝાદ મેદાન વિસ્તારમાં લગાવવામાં આવ્યા હતા.

કમિશનરની સૂચના બાદ મુંબઈમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
મુંબઈના કમિશનર ભૂષણ ગગરાણી અને એડિશનલ કમિશનર અશ્વિની જોશીએ શનિવારે અધિકારીઓને મુંબઈમાં સ્વચ્છતા અભિયાન ચલાવવાનો નિર્દેશ આપ્યો હતો. ત્યારબાદ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 1963 બેનરો અને ફ્લેગ્સ દૂર કરવામાં આવ્યા હતા. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન અનુસાર, 912 ધ્વજ, 583 રાજકીય બેનરો અને ધાર્મિક અને સામાજિક સામગ્રી અથવા સંદેશાવાળા 443 બેનરો દૂર કરવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, મહાયુતિની એકનાથ શિંદે છાવણી અને અજિત પવાર છાવણીની રસ્સીખેંચમાં ફસાયેલી હાઈ કમાન્ડ કોઈક ત્રીજા જ ચહેરાને મુખ્ય પ્રધાનની ખુરશીમાં જોવા ઇચ્છતી હતી, પરંતુ બહુમતી છતાં મહારાષ્ટ્રના જટિલ અને પ્રવાહી રાજકારણથી ડરેલી પાર્ટીએ હાલ તરત એવા કોઈ પ્રયોગ કરવાનું ટાળ્યું છે અને જૂની ફૉર્મ્યુલા પ્રમાણે દેવેન્દ્ર ફડણવીસના નામ પર મહોર મારી છે.

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિના ઐતિહાસિક વિજયમાં BJP મુખ્ય ભાગીદાર છે, પરંતુ મુખ્ય પ્રધાનના નામ પર સહમતી સુધી પહોંચવા માટે ૧૦ દિવસ સુધી અનેક બેઠકો યોજાઈ હતી. એમાં સૌથી અઘરું કામ એકનાથ શિંદેને મનાવવાનું હતું. શિંદે ડેપ્યુટી મુખ્ય પ્રધાન બનવાને બદલે સરકારમાંથી બહાર રહીને ટેકો આપવાના મૂળમાં હતા.

લોકસભાની ચૂંટણીમાં BJPના પ્રદર્શનથી દેવેન્દ્ર ફડણવીસની તાકાત બાબતે પ્રશ્ન ઊભો થયો હતો પરંતુ તાજેતરની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં દેવેન્દ્ર ફડણવીસે BJPની ઝોળીમાં ૧૩૨ બેઠકો ઉમેરીને એકનાથ શિંદેને ૫૭ બેઠકો સાથે ઘણા પાછળ છોડી દીધા હતા. તેમ છતાં ફડણવીસને છેલ્લા દસ દિવસમાં મુખ્ય પ્રધાનની ખુરશી સુધી જવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

mumbai news mumbai devendra fadnavis maharashtra assembly election 2024 maharashtra