31 March, 2024 07:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહપ્રધાન શિવરાજ પાટીલનાં પુત્રવધૂ ડૉ. અર્ચના પાટીલ ચાકુરકરને BJPમાં વેલકમ કરી રહેલા દેવેન્દ્ર ફડણવીસ.
કૉન્ગ્રેસના દિગ્ગજ નેતા, લોકસભાના ભૂતપૂર્વ સ્પીકર, ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહપ્રધાન શિવરાજ પાટીલનાં પુત્રવધૂ ડૉ. અર્ચના પાટીલ ચાકુરકરે ગઈ કાલે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં તેમના કાર્યકરો સાથે મુંબઈમાં BJPમાં પ્રવેશ કર્યો હતો. વધુ એક પરિવાર સાથ છોડીને BJPમાં જોડાતાં કૉન્ગ્રેસને ફરી ફટકો પડ્યો છે. પક્ષપ્રવેશ બાદ ડૉ. અર્ચના પાટીલ ચાકુરકરે ગઈ કાલે કહ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૦ વર્ષમાં અનેક મોટાં કામ કર્યાં છે અને વિકાસના કામને ગતિ મળી છે. તેઓ મહિલાઓ માટે નારી શક્તિ વંદના બિલ લાવ્યા. આ બિલથી રાજકારણમાં આવવા ગભરાતી મહિલાઓનો માર્ગ ખૂલ્યો છે. તેમના આવા નિર્ણયથી પ્રેરાઈને જ હું BJPમાં જોડાઈ છું.’