30 March, 2023 01:22 PM IST | Kyiv | Gujarati Mid-day Correspondent
ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ
યુક્રેનના પ્રેસિડન્ટ વોલોદિમીર ઝેલેન્સ્કીએ ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગને યુદ્ધગ્રસ્ત યુક્રેનની મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું છે. ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે આ યુદ્ધ શરૂ થયું ત્યારથી તેઓ જિનપિંગના સંપર્કમાં નથી અને તેઓ તેમને યુક્રેનમાં મળવા તૈયાર છે. ઝેલેન્સ્કીએ ન્યુઝ એજન્સી ધ અસોસિએટેડ પ્રેસને મંગળવારે જણાવ્યું હતું કે હું તેમની સાથે વાતચીત કરવા ઇચ્છું છું. નોંધપાત્ર છે કે જિનપિંગ ગયા અઠવાડિયામાં રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનને મળ્યા હતા. ચીન આ યુદ્ધમાં રશિયાને સાથ આપી રહ્યું છે.