Yulia Navalnaya Post: “આઈ લવ યુ” પુતિનના કટ્ટર વિરોધીના મૃત્યુ બાદ તેની પત્નીએ કર્યું પોસ્ટ

19 February, 2024 09:14 AM IST  |  Washington | Gujarati Mid-day Online Correspondent

Yulia Navalnaya Post: યુલિયા નવલનાયાએ તેના પતિના મૃત્યુના બે દિવસ બાદ હવે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શૅર કરી છે. નવલનાયાએ કેપ્શનમાં લખ્યું છે કે, “હું તને પ્રેમ કરું છું.”

એલેક્સી નવલની અને તેની પત્નીએ શૅર કરેલ તસવીરનો કોલાજ

Yulia Navalnaya Post: તાજેતરમાં જ રશિયાના વિપક્ષી નેતા એલેક્સી નવલનીનું જેલમાં મોત થયું હતું. તેના મોતના સમાચાર બાદ રશિયાના રાજકારણ ગરમાયું હોય તેવું જણાઈ રહ્યું છે. હવે નવલનીની પત્ની યુલિયા નવલનાયાએ પોતાના પતિના મૃત્યુ બાદ પ્રથમ વખત કૈંક પોસ્ટ (Yulia Navalnaya Post) કર્યું છે. હવે તેની આ પોસ્ટ વાયરલ થઈ રહી છે. 

તમને જણાવી દઈએ કે યુલિયા નવલનાયાએ તેના પતિના મૃત્યુના બે દિવસ બાદ હવે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શૅર (Yulia Navalnaya Post) કરી છે. 

આ પોસ્ટમાં શું મૂકવામાં આવ્યું છે?

તમને જણાવી દઈએ કે તેણે પતિ નવલની સાથે વિતાવેલી સુંદર ક્ષણનો ફોટો શૅર (Yulia Navalnaya Post) કર્યો છે. તમને જણાવી દઈએ કે તેણે આ પોસ્ટમાં નવલનાયાએ કેપ્શન (Yulia Navalnaya Post)માં લખ્યું છે કે, “હું તને પ્રેમ કરું છું.” શૅર કરવામાં આવેલી તસવીરમાં બંને સાથે જોવા મળી રહ્યાં છે અને નવલની તેની પત્નીને કપાળ પર કિસ કરી રહ્યો છે. બેકગ્રાઉન્ડમાં બંને એક સાથે પરફોર્મન્સ જોતા જોવા મળે છે. આ સાથે જ તમને જણાવી દઈએ કે એલેક્સી નેવલની જેલમાં રહસ્યમય રીતે મૃત્યુ પામ્યા હતા અને તેમના મૃત્યુને કાવતરું ગણાવવામાં આવી રહ્યું છે.

હજી તો માત્ર બે દિવસ પહેલા જ દિવંગત રશિયન વિપક્ષી નેતાના પ્રવક્તા કિરા યાર્મિશે નવલનીના મૃત્યુ અંગે પુષ્ટિ કરી હતી. આ સાથે જ તેઓએ માંગ કરી હતી કે મૃતદેહ તાત્કાલિક તેમના પરિવારને સોંપવામાં આવે. સીએનએન દ્વારા એવો પણ અહેવાલ અપવાં,આ આવ્યો છે કે યાર્મિશે રશિયન અધિકારીઓ પર પ્રક્રિયામાં વિલંબ કરવા માટે જૂઠું બોલવાનો આરોપ પણ મૂક્યો હતો.

મોતનું કારણ હજી અકબંધ, શું છે સાચી વાત?

રશિયન જેલ સેવાએ કહ્યું હતું કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ટીકાકાર નવલની શુક્રવારે જેલમાં ચાલી રહ્યા હતા તે દરમિયાન તેઓને થોડી અસ્વસ્થતાનો અનુભવ થવા લાગ્યો હતો. ત્યારબાદ તેઓ બેહોશ થઈ ગયા હતા. અને ત્યારબાદ તેઓ મૃત્યુ પામ્યા હતા. જો કે તેના મૃત્યુનું કારણ સ્પષ્ટ થયું નથી.

તમને જણાવી દઈએ કે નવલની વર્ષ 2021માં જર્મનીથી રશિયા પરત ફર્યા હતા. ઝેરી દવા પીધા બાદ નવલનીની જર્મનીમાં સારવાર ચાલી રહી હતી. નવલની રશિયા પરત ફર્યા હતા ત્યારેજ તેઓની બનાવટીના કોઈક આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી, જેને તેણે રાજકીય રીતે પ્રેરિત તરીકે નકારી કાઢી હતી.

પશ્ચિમી નેતાઓએ નેવલનીને શ્રદ્ધાંજલિ આપી

યુએસ પ્રમુખ જો બિડેનની આગેવાનીમાં પશ્ચિમી નેતાઓએ નેવલનીને શ્રદ્ધાંજલિ આપી હતી અને કોઈપણ પુરાવા ટાંક્યા વિના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન પર મૃત્યુ માટે જવાબદાર હોવાનો આરોપ મૂક્યો હતો. બ્રિટને કહ્યું કે રશિયાને તેના પરિણામો ભોગવવા પડશે.

international news vladimir putin instagram russia