19 March, 2022 10:30 AM IST | Abu Dhabi | Gujarati Mid-day Correspondent
હમર એચ1
હમવી મિલિટરી ટ્રક એમ૯૯૮નું સિવિલિયન વર્ઝન હમર એચ1 સામે રોડ પર જોવા મળતી સામાન્ય કાર તેમ જ મોટા ભાગની એસયુવી વામણી સાબિત થાય છે. જોકે કોઈને H1 હમર કરતાં મોટા કદનું હમર જોઈતું હોય તો એના આઇકૉનિક ઑ રોડરનું સ્કેલ-અપ વર્ઝન હમરH1X3 યોગ્ય લેખાશે જે ૬.૬ મીટર ઊંચું અને ૧૪ મીટર લાંબું તથા ૬ મીટર પહોળું છે. રાક્ષસી કદના આ હમરને જોઈને યુએઈના રસ્તા પરનાં વાહનો રોકાઈ ગયાં હતાં તથા વાહનચાલકો એને વિસ્મયપૂર્વક જોતા રહી ગયા હતા.
આ વિશાળ હમર શેખ હમાદ બિન હમદાન અલ નાહયાન દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. રેનબો શેખના નામે ઓળખાતા યુએઈના આ અરબપતિ પાસે વિશાળ વાહનોનો મોટો સંગ્રહ છે.
આ સુપરસાઇઝ્ડ હમર રેઇનબો શેખની માલિકીના શારજાહ સ્થિત હિસ્ટરી મ્યુઝિયમમાં લઈ જવા માટે રસ્તા પર ઉતારવામાં આવ્યું હતું. આ મહાકાય H1 X3 ફોર-વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ ધરાવે છે. એના પ્રત્યેક વ્હીલ પાવર મેળવવા માટે વ્યક્તિગત ચાર ડીઝલ એન્જિન ધરાવે છે. અંદરથી એ લાકડાનું ફ્લોરિંગ ધરાવતા ઘર જેવું જણાય છે.