25 January, 2023 01:34 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) એ કહ્યું છે કે ઘણા પ્રયત્નો છતાં, વિશ્વના પાંચ અબજ લોકો હજી પણ ટ્રાન્સ ફેટના સેવનને કારણે જીવલેણ હૃદય રોગનો સામનો કરી રહ્યાં છે. ડબ્લ્યુએચઓ એ એવા દેશોને અપીલ કરતા કહ્યું, જે આ ઝેરી પદાર્થને લોકોની પહોંચથી દૂર કરવામાં નિષ્ફળ રહ્યા છે.
જોખમોમે જોતા WHO એ કરી હતી અપીલ
ડબ્લ્યૂએચઓએ વર્ષ 2028માં કારખાનામાં બનતા ફેટી એસિડને 2023 સુધી વિશ્વમાંથી ખતમ કરવા માટે અપીલ જાહેર કરી હતી કારણકે ડબ્લ્યૂએચચઓને રિસર્ચમાં ખબર પડી કે છેલ્લા કેટલાક વર્ષોથી દરવર્ષે લગભગ પાંચ લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
સંયુક્ત રાષ્ટ્રની સ્વાસ્થ્ય એજન્સીએ કહ્યું, જો કે, 2.8 અરબ લોકોની કુલ વસ્તીવાળા 43 દેશોએ આ અટકાવવા માટે શાનદાર નીતિઓ ઘડી અને લાગુ પાડી છે પણ હજી પણ આપણા વિશ્વમાં પાંચ અરબથી વધારે લોકો આ જોખમી ઝેરનું સેવન કરે છે.
આ દેશોએ નથી લીધા કડક પગલાં
તેમણે કહ્યું કે મિસ્ત્ર, ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ કોરિયા તે દેશોમાંથી છે જેમણે આવી નીતિઓ ઘડી નથી અને ત્યાં ખાસ કરીને ટ્રાન્સ ફેટથી હ્રદય રોગનું જોખમ ઘણું વધારે છે.
શું છે ટ્રાન્સ ફેટ
ટ્રાન્સ ફેટ એક પ્રકારનું અનસેચ્યુરેટેડ ફેટી એસિડ છે જેનાથી સ્વાસ્થ્યને નુકસાન થતું નથી. પણ જ્યારે આ ઉદ્યોગ દ્વારા બનાવીને ખાદ્ય પદાર્થ તરીકે વાપરવામાં આવે છે ત્યારે આ ધીમું ઝેર બને છે.
ટ્રાન્સફેટને તરલ વનસ્પતિ તેલમાં હાઈડ્રોજન મિક્સ કરીને બનાવવામાં આવે છે જેથી તેને હજી પણ વધારે ઇફેક્ટિવ બનાવી શકાય અને ખાદ્ય પદાર્થની શેલ્ફ લાઇફ વધારી શકાય.
વનસ્પતિ તેલમાં જોખમી ટ્રાન્સ ફેટ હોય છે. ખાદ્ય પદાર્થોમાં ઉપયોગમાં લેવામાં આવતું આ તેલ હ્રદયની ધમણીઓને બંધ કરે છે. આ મોટાભાગે પેક્ડ ફૂડ જેમ કે ચિપ્સ, બેક્ડ ફૂડ જેમ કે કુકીઝ, કેક, રાંધવાનું તેલ અને અનેક પ્રકારના ખાદ્ય પદાર્થોમાં ઉપયોગમાં લેવામાં આવે છે.
WHOના મહાનિદેશક ટેડરોસ અદનોમ ગેબ્રેહેસુસે આ મુદ્દે જાહેર કરેલા એક રિપૉર્ટના હવાલે કહ્યું કે, "ટ્રાન્સ ફેટ એક ઝેરી કેમિકલ છે જે માણસના મારે છે અને જમવામાં આનું કોઈ સ્થાન ન હોવું જોઈએ. આ સમય આપણે બધાએ આનાથી છૂટકારો મેળવવાનો છે."
તેમણે કહ્યું કે ટ્રાન્સ ફેટવાળા ખાદ્ય પદાર્થ ખતરનાક હોય છે જેને કારણે સ્વાસ્થ્ય સેવાઓ પર પણ બોજ વધે છે.
આ પણ વાંચો : ઉઝબેકિસ્તાનમાં બાળકોનાં મોત બાદ ડબ્લ્યુએચઓએ બે ઇન્ડિયન સિરપને ઊતરતી કક્ષાનાં ગણા
WHOએ તરત કાર્યવાહીનો કર્યો આગ્રહ
ખાદ્ય પદાર્થને બનાવનારી કંપનીઓ ટ્રાન્સ ફેટનો ઉપયોગ પ્રૉડક્ટની શેલ્ફ લાઇફ વધારવા અને સસ્તુ પડતું હોવાથી કરે છે. ટ્રાન્સ ફેટ ખતમ કરવા માટે કાં તો હાઈડ્રોજનીકૃત તેલના ઉત્પાદન અથવા ઉપયોગ પર રાષ્ટ્રવ્યાપી પ્રતિબંધ મૂકવામાં આવે અથવા જે ટ્રાન્સ ફેટનું એક પ્રમુખ સ્ત્રોત છે, અથવા બધા ખાદ્ય પદાર્થોમાં કુલ વસા પ્રતિ 100 ગ્રામમાં બે ગ્રામ ટ્રાન્સ ફેચની માત્રા ફરજિયાત કરી દેવામાં આવે.
WHOએ કહ્યું કે ટ્રાન્સ ફેટના કારણે હૃદય રોગ અને મૃત્યુનું ઉચ્ચ જોખમ ધરાવતા 16 દેશોમાંથી નવ દેશોએ હજુ સુધી આ દિશામાં કોઈ નક્કર પગલાં લીધા નથી.
આ દેશોમાં ઓસ્ટ્રેલિયા, અઝરબૈજાન, ભૂટાન, એક્વાડોર, ઈજિપ્ત, ઈરાન, નેપાળ, પાકિસ્તાન અને દક્ષિણ કોરિયાનો સમાવેશ થાય છે.
WHO ના પોષણ અને ખાદ્ય સુરક્ષા નિયામક, ફ્રાન્સેસ્કો બ્રાન્કાએ આ દેશોને `તાત્કાલિક પગલાં` લેવા હાકલ કરી છે.
ટ્રાન્સ ફેટ સામે ભારતની આ સ્થિતિ છે
આ પણ વાંચો : ૩૦૦થી વધારે બાળકોનાં મોત બાદ ડબ્લ્યુએચઓ કફ-સિરપ્સ માટે ઍડ્વાઇઝરી ઇશ્યુ કરી શકે
વિશ્વના 60 દેશોએ ટ્રાન્સ ફેટ સામે નીતિઓ બનાવી છે, જેમાં 3.4 અબજ લોકોનો સમાવેશ થાય છે, જે વિશ્વની વસ્તીના લગભગ 43 ટકા છે.
આમાં પણ 43 દેશ ટ્રાન્સ ફેટ વિરુદ્ધ બહેતરીન નીતિઓ લાગુ કરી રહ્યા છે. આ દેશોમાં મુખ્યત્વે યૂરોપ અને અમેરિકા અને ઉત્ર અમેરિકન દેશો છે. જો કે, ઓછી આવકવાળા દેશોમાં આ નીતિઓની સ્વીકૃતિ બાકી છે. તો ભારત, અર્જેન્ટિના, બાંગ્લાદેશ, પૈરાગ્વે, ફિલીપીન્સ અને યૂક્રેન સહિત અનેક મધ્યમ આવકવાળા દેશોએ આ નીતિઓ સ્વીકારવાની શરૂઆત કરી દીધી છે.