પોતાના ઘરમાં પણ સલામત નથી મહિલાઓ- ૨૦૨૩માં નિકટજનો દ્વારા રોજ ૧૪૦ સ્ત્રીઓની હત્યા

28 November, 2024 06:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વર્ષ દરમ્યાન થયેલી કુલ હત્યામાં ૮૦ ટકા પુરુષોનાં મૃત્યુ થયાં છે. મહિલાઓનો આંકડો માત્ર વીસ ટકા છે

પ્રતીકાત્મક તસવીર

યુનાઇટેડ નેશન્સના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ૨૦૨૩માં રોજ ૧૪૦ મહિલાઓની હત્યા તેમના જ ઘરમાં તેમના પાર્ટનર, પરિવારજનો કે ઓળખીતાઓ દ્વારા કરવામાં આવી હતી. ૨૦૨૩માં દુનિયાભરમાં ૫૧,૧૦૦ મહિલાઓ અને છોકરીઓની હત્યા તેમના નજીકના લોકોએ કરી હતી. ૨૦૨૨માં આ આંકડો ૪૮,૮૦૦ રહ્યો હતો.

૨૦૨૩માં મહિલાઓના વિરોધમાં સૌથી વધારે હત્યાઓ આફ્રિકામાં થઈ હતી. આ ખંડમાં આશરે ૨૧,૭૦૦ મહિલાઓ કે છોકરીઓની હત્યા તેમના પાર્ટનર કે પરિજનોએ કરી હતી. આફ્રિકામાં દર એક લાખ વસ્તીમાં ૨.૯ મહિલાઓની હત્યા થઈ હતી, અમેરિકામાં આ આંકડો ૧.૬ રહ્યો હતો. એશિયામાં આ આંકડો ૦.૮ અને યુરોપમાં ૦.૬ રહ્યો હતો. જોકે વર્ષ દરમ્યાન થયેલી કુલ હત્યામાં ૮૦ ટકા પુરુષોનાં મૃત્યુ થયાં છે. મહિલાઓનો આંકડો માત્ર વીસ ટકા છે. પુરુષોની હત્યાઓ ઘરની બહાર થઈ છે.

international news world news Crime News crime branch united states of america