બીબીસીના નવા ચૅરમૅન તરીકે પસંદગી પામેલા ભારતીય મૂળના ડૉ. સમીર શાહ કોણ છે?

08 December, 2023 11:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટીવી પ્રોડક્શન અને પત્રકારત્વમાં ૪૦ વર્ષથી વધુનો અનુભવ ધરાવનાર ભારતીય મૂળના મીડિયા દિગ્ગજ ડૉ. સમીર શાહને બ્રિટિશ બ્રૉડકાસ્ટ કૉર્પોરેશન (બીબીસી)ના નવા ચૅરમૅન તરીકે બ્રિટન સરકારના સૌથી પસંદગીના ઉમેદવાર જાહેર કરાયા છે.

મીડિયા દિગ્ગજ ડૉ. સમીર શાહ

ટીવી પ્રોડક્શન અને પત્રકારત્વમાં ૪૦ વર્ષથી વધુનો અનુભવ ધરાવનાર ભારતીય મૂળના મીડિયા દિગ્ગજ ડૉ. સમીર શાહને બ્રિટિશ બ્રૉડકાસ્ટ કૉર્પોરેશન (બીબીસી)ના નવા ચૅરમૅન તરીકે બ્રિટન સરકારના સૌથી પસંદગીના ઉમેદવાર જાહેર કરાયા છે. ૭૧ વર્ષના સમીર શાહ હવે રિચર્ડ શાર્પનું સ્થાન લેશે. ભૂતપૂર્વ વડા પ્રધાન બૉરિસ જૉન્સન સાથે વાતચીત લીક થયા બાદ અને આ મામલે તપાસની જાહેરાત બાદ રિચર્ડે રાજીનામું આપવું પડ્યું હતુ.ડૉ. સમીર શાહ ટીવી પ્રોડક્શન અને પત્રકારત્વમાં ૪૦ વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે.

લુસી ફ્રેઝરના મતે ઝડપથી બદલાતા મીડિયા ક્ષેત્રમાં બીબીસીને સફળ બનાવવા માટે ડૉ. સમીર શાહની મહત્ત્વાકાંક્ષા બિલકુલ સ્પષ્ટ છે. આ વિશે સમીર શાહે જણાવ્યું કે જો હું મારી સ્કિલ, અનુભવ અને પબ્લિક સર્વિસ બ્રૉડકાસ્ટિંગની સમજણના આધારે આ કંપનીને આગામી પડકાર માટે સજ્જ કરી શકીશ તો એ મારા માટે સન્માનની બાબત હશે. ઔરંગાબાદમાં જન્મેલા સમીર શાહ ૧૯૬૦માં ઇંગ્લૅન્ડ આવ્યા હતા અને બીબીસીમાં અગાઉ કરન્ટ અફેર્સ અને પૉલિટિકલ પ્રોગ્રામ્સના હેડ હતા.

international news bbc offbeat news