પ્લેન મોડું થયું તો પૅસેન્જર ઇમર્જન્સી ડોર ખોલીને વિન્ગ પર પહોંચી ગયો

28 January, 2024 08:54 AM IST  |  Mexico | Gujarati Mid-day Correspondent

મેક્સિકોની આ ઘટનામાં મજાની વાત એ છે કે બાકીના પ્રવાસીઓએ તોફાનીનો સાથ આપ્યો હતો

ફાઈલ ફોટો

મેક્સિકો સિટી : મેક્સિકોમાં એક પૅસેન્જર પ્લેનનું ઇમર્જન્સી ડોર ખોલીને એની વિન્ગ પર ચડી ગયો હતો. મેક્સિકો સિટી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટે આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે, પાર્ક કરેલા પ્લેનના વિન્ગ પર એક પૅસેન્જર પહોંચી ગયો હતો. ઍરપોર્ટ ઑથોરિટીઝનું કહેવું છે કે આ માણસને પોલીસને સોંપી દેવામાં આવ્યો છે. જોકે અન્ય પૅસેન્જરો ગુસ્સે થવાના બદલે આ પૅસેન્જરના સપોર્ટમાં ઊતરી આવ્યા હતા. એરોમેક્સિકોની ગ્વાટેમાલા શહેર સુધીની ફ્લાઇટનું ઇમર્જન્સી ડોર અંદર બેઠેલા એક પૅસેન્જરે ખોલી નાખ્યું હતું. ત્યા બાદ તે ફ્લાઇટની વિન્ગ પર ચાલીને પહોંચ્યો હતો અને થોડી વાર માટે ત્યાં ઊભો રહ્યો હતો. તેની આ હરકતના કારણે ફ્લાઇટમાં રહેલા અન્ય પૅસેન્જરોની સેફ્ટી અને સ્વાસ્થ્ય જોખમમાં મુકાય એવી સ્થિતિ આવી હતી. 

એક નિવેદન બહાર પાડીને ઍરપોર્ટે આ ઘટનાની પુષ્ટિ કરી છે. ગુરુવારે બનેલી આ ઘટના બાદ એ પૅસેન્જરને પોલીસને સોંપી દેવાયો હતો. કલાકો સુધી ફ્લાઇટ ડિલે થવાના લીધે પૅસેન્જર્સ રોષે ભરાયો હોવાનું કહેવાઈ રહ્યું છે. પૅસેન્જરની આ વર્તણૂકને પહેલાં તો ઉદ્ધતાઈ માનવામાં આવી પરંતુ જ્યારે અન્ય પૅસેન્જરોએ તેનો સાથ આપ્યો ત્યારે દૃષ્ટિકોણ બદલાઈ ગયો. ઓછામાં ઓછા ૭૭ પૅસેન્જરોએ લેખિત નિવેદનમાં હસ્તાક્ષર કર્યા હતા, જે હાલ સોશ્ય મીડિયા પર વાઇરલ થયું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ફ્લાઇટ ચાર કલાક ડિલે થઈ હતી, જેના કારણે ઍરક્રાફ્ટની અંદર અસહ્ય પરિસ્થિતિ પેદા થઈ હતી. વેન્ટિલેશન અને પીવાનું પાણી ન મળતાં પૅસેન્જરોની હાલત ખરાબ થઈ હતી. ફ્લાઇટમાં બેઠેલા પૅસેન્જરોને હેમખેમ રાખવા આ માણસે જે કર્યું એ યોગ્ય હતું એમ અન્ય પૅસેન્જરોનું કહેવું છે.

world news mexico international news