04 October, 2024 11:53 AM IST | Thailand | Gujarati Mid-day Correspondent
વર્ટિકલ ફાર્મિંગનું મૉડલ
માણસોની વસ્તી કૂદકે ને ભૂસકે વધતી રહી છે અને બીજી તરફ કુદરતી સંસાધનો મર્યાદિત માત્રામાં છે. વળી આપણે કુદરતી સ્રોતોનો ભરપૂર દુરુપયોગ કરી રહ્યા છીએ ત્યારે વિશ્વભરમાં સસ્ટેનેબલ લિવિંગનો કન્સેપ્ટ આકાર પામી રહ્યો છે. સસ્ટેનેબેલ સૉલ્યુશન્સ માટે તાજેતરમાં બૅન્ગકૉકમાં યોજાયેલા વૈશ્વિક એક્સ્પોમાં એક વર્ટિકલ ફાર્મિંગનું મૉડલ રજૂ થયું હતું, જેમાં ગગનચુંબી બિલ્ડિંગો પર પણ ખેતી થઈ શકે છે.