24 January, 2023 10:08 AM IST | Monterey Park | Gujarati Mid-day Correspondent
શનિવારે લોકોની હત્યા કરનાર હત્યારો હુ કેન ટ્રાનનો વિડિયો - ગ્રૅબ અને ત્યાં રખાયેલો પોલીસ-બંદોબસ્ત.
મૉન્ટેરી પાર્ક (એ.પી.) : લુનર ન્યુ યર ઉજવણી વખતે લૉસ ઍન્જલસ વિસ્તારમાં આવેલી બૉલરૂમ ડાન્સ ક્લબ ખાતે ૧૦ વ્યક્તિને ઠાર મારીને દેશભરમાં એશિયન અમેરિકન સમાજમાં ભયનું સામ્રાજ્ય ફેલાવી તહેવારની ઉજવણી પર કાળો ધબ્બો લગાવનાર હત્યારાનો હેતુ કૅલિફૉર્નિયાના અધિકારીઓ ચકાસી રહ્યા છે.
અન્ય એક ડાન્સ ક્લબ પર હુમલો કરતો અટકાવાયા બાદ ૭૨ વર્ષના શંકાસ્પદ હત્યારા હુ કેન ટ્રાને જે વૅનનો ઉપયોગ પલાયન થવા માટે કર્યો હતો એમાં જ રવિવારની રાતે તે પોતાને જ ગોળી માર્યા બાદ મૃત્યુ પામેલી હાલતમાં મળ્યો હતો. ‘ન્યુ યૉર્ક ટાઇમ્સ’એ એના અહેવાલમાં જણાવ્યું હતું કે જે વ્યક્તિનો પરિવાર આ ક્લબ ચલાવે છે તેણે હત્યારા પાસેથી ગન આંચકી લીધી હતી.
આ પણ વાંચો : અમેરિકામાં પાંચ વર્ષની ગુજરાતી બાળકીની હત્યાના કેસમાં અમેરિકનને દોષી ગણાવાયો
મૉન્ટેરી પાર્કના હત્યાકાંડમાં ઘાયલ થયેલા ૧૦ નાગરિકોમાંથી ૭ હજી સારવાર હેઠળ છે. લૉસ ઍન્જલસ કાઉન્ટીના શૅરિફ રૉબર્ટ લુનાએ જણાવ્યા અનુસાર હત્યાકાંડમાં માર્યા ગયેલા મોટા ભાગના લોકો ૫૦ વર્ષની આસપાસની ઉંમરના હતા.