08 March, 2023 12:29 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર
વૉશિંગ્ટન : અમેરિકાએ ગઈ કાલે કેટલીક વિઝા અરજીઓ માટે પ્રીમિયમ પ્રોસેસિંગ યોજના શરૂ કરી છે, જેનાથી અમેરિકા આવવા માગતા આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ્સને ફાયદો થશે. એમાં અમેરિકા જઈને સાયન્સ, ટેક્નૉલૉજી, ઔદ્યોગિક અને ગણિતનો અભ્યાસ કરવા માગતા ભારતીય વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થશે. અમેરિકાના સિટિઝનશિપ ઍન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ દ્વારા જાહેર કર્યું હતું કે સાયન્સ, ટેક્નૉલૉજી, ઔદ્યોગિક અને ગણિત જેવા ક્ષેત્રે કામ કરનારા સ્ટડન્ટ્સને લાભ થશે. આમ આવા સ્ટુડન્ટ્સ અભ્યાસ કરવાની સાથે કામ પણ કરી શકશે. વિઝાની પ્રીમિયમ સર્વિસ ૬ માર્ચથી શરૂ કરવામાં આવી છે. અન્ય કેટલીક કૅટેગરીમાં એ ૩ એપ્રિલથી શરૂ થશે.