નિક્કી હૅલીએ પ્રેસિડન્ટ બનવા માટેની રેસમાં કૅમ્પેન​ લૉન્ચ કર્યું

15 February, 2023 11:15 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

તેઓ વાઇટ હાઉસ માટેની રેસમાં અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પને પડકારનારાં પ્રથમ રિપબ્લિકન બન્યાં છે. 

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

વૉશિંગ્ટનઃ ઇન્ડિયન-અમેરિકન પૉલિટિશ્યન નિક્કી હૅલીએ ગઈ કાલે પ્રેસિડન્ટ બનવા માટેની રેસમાં તેમના કૅમ્પેન​ને લૉન્ચ કર્યું હતું. તેઓ વાઇટ હાઉસ માટેની રેસમાં અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પને પડકારનારાં પ્રથમ રિપબ્લિકન બન્યાં છે. 

૫૧ વર્ષનાં હૅલી બે વખત સાઉથ કૅરોલિનાનાં ગવર્નર રહી ચૂક્યાં છે અને સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાનાં ભૂતપૂર્વ ઍમ્બૅસૅડર પણ રહ્યાં હતાં. તેમણે એક વિડિયો-મેસેજમાં જાહેર કર્યું હતું કે ‘હું નિક્કી હૅલી છું અને હું પ્રેસિડન્ટ બનવા માટેની રેસમાં છું. લીડરશિપની નવી જનરેશન આપણી સીમાઓને સુર​ક્ષિત કરે અને આપણા દેશને મજબૂત કરે એ માટેનો આ સમય છે. કેટલાક લોકો અમેરિકા તરફ નજર કરીને માને છે કે એને ભેદી શકાય છે.’

હૅલીએ પોતાની જાતને ઇન્ડિયન ઇમિગ્રન્ટ્સની ગૌરવશાળી દીકરી ગણાવી હતી. બીજા કૅન્ડિડેટ્સની સરખામણીમાં પોતે ઉંમરમાં નાનાં હોવાથી અને ટ્રમ્પના ફ્રેશ વિકલ્પ ગણાવીને હૅલી છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી વાઇટ હાઉસની રેસમાં ઊતરવાની હિન્ટ આપી રહ્યાં હતાં.

international news united states of america washington white house us elections us president