બાઇડને વર્લ્ડ બૅન્કના હેડ માટે મૂળ ભારતીય બંગાને નૉમિનેટ કર્યા

24 February, 2023 10:42 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

વર્લ્ડ બૅન્કે બુધવારે જણાવ્યું હતું કે મે મહિનાની શરૂઆત સુધીમાં ડેવિડ મૉલપાસને રિપ્લેસ કરવા માટે નવા પ્રેસિડન્ટને સિલેક્ટ કરવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

વૉશિંગ્ટન (રૉયટર્સ) : અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડને ગઈ કાલે ભારતીય-અમેરિકન બિઝનેસ એક્ઝિક્યુટિવ અજય બંગાને વર્લ્ડ બૅન્કના પ્રેસિડન્ટ માટે નૉમિનેટ કર્યા છે. વર્લ્ડ બૅન્કે બુધવારે જણાવ્યું હતું કે મે મહિનાની શરૂઆત સુધીમાં ડેવિડ મૉલપાસને રિપ્લેસ કરવા માટે નવા પ્રેસિડન્ટને સિલેક્ટ કરવામાં આવશે. ડેવિડે ગયા અઠવાડિયામાં તેમનું રાજીનામું જાહેર કર્યું હતું.

અમેરિકા દ્વારા બંગાનું નૉમિનેશન કરવામાં આવ્યું હોવાના કારણે તેમની પસંદગી થાય એવી પૂરેપૂરી શક્યતા છે. નોંધપાત્ર છે કે વર્લ્ડ બૅન્ક અનેક ફેરફારો કરવા જઈ રહી છે. વર્લ્ડ બૅન્કના હેડ સામાન્ય રીતે કોઈ અમેરિકન જ હોય છે, કેમ કે વર્લ્ડ બૅન્કમાં અમેરિકાનો સૌથી મોટો હિસ્સો છે.

international news united states of america joe biden world bank washington