24 January, 2023 11:20 AM IST | Los Angeles | Gujarati Mid-day Online Correspondent
હાલ મૂન બે વિસ્તારમાં ફાયરિંગ (તસવીર સૌજન્ય: PTI)
અમેરિકા(America)ના કેલિફોર્નિયા (California)માં બે દિવસમાં ગોળીબારની બે મોટી ઘટનાઓ સામે આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગોળીબારની ઘટના સ્થાનિક સમય અનુસાર સોમવારે સાંજે હાફ મૂન બે (Half Moon Bay) વિસ્તારમાં બની હતી. સાત લોકોના મોતના સમાચાર છે. આ સિવાય આયોવા રાજ્યમાં ગોળીબારની ઘટના (Firing In California)માં બે લોકોએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો હતો. પોલીસનું કહેવું છે કે હાફ મૂન બે વિસ્તારમાં બનેલી આ ઘટનામાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
કેલિફોર્નિયામાં ગોળીબારની ઘટનામાં શું થયું?
અહેવાલો અનુસાર, કેલિફોર્નિયા (California Firing)ના હાફ મૂન બે વિસ્તારમાં બે કિમીના અંતરે ગોળીબારની બે ઘટનાઓ બની હતી. એક મશરૂમ ફાર્મ પાસે અને બીજું ટ્રક સ્ટેન્ડ પાસે. આ બંને ઘટનાઓમાં કુલ સાત લોકોએ જીવ ગુમાવ્યા હતા. તે જ સમયે, એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ઘટના બાદ એક આરોપી, 67 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તેને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા શનિવારે કેલિફોર્નિયાના મોન્ટેરી પાર્કમાં ગોળીબારની ઘટનામાં 11 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
આ પણ વાંચો: કેલિફોર્નિયામાં પૂરે તબાહી મચાવી, યુએસ પ્રમુખ જો બાઈડને ઈમરજન્સી જાહેર કરી
આયોવામાં શું થયું?
અમેરિકાના આયોવા (Iowa)રાજ્યના ડેસ મોઈન્સમાં એક શાળામાં ગોળીબારમાં બે વિદ્યાર્થીઓના મોત થયા છે અને એક શિક્ષક ઘાયલ થયો છે. પોલીસે પૂછપરછ માટે અનેક શકમંદોની અટકાયત કરી છે.
ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓના મોત
યુએસ મીડિયા અનુસાર ગોળીબારની ઘટના સોમવારે બપોરે ડેસ મોઇન્સ આયોવા ચાર્ટર સ્કૂલમાં બની હતી. ફાયરિંગમાં ઘાયલ થયેલા વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેઓનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા છે, એકની સારવાર ચાલી રહી છે. ત્રીજી વ્યક્તિ કે જેને ગોળીથી ઈજાઓ થઈ છે તે શાળાના શિક્ષક છે જેણે સર્જરી કરાવી છે. જોકે, આ કેસની તપાસ કરી રહેલા અધિકારીઓએ હજુ સુધી ગોળી મારનાર આરોપીઓના નામ જાહેર કર્યા નથી.
આ પણ વાંચો: ગુજરાતી શ્રાવ્યા અંજારિયા USAની ગેમ ઇવેન્ટમાં અમેરિકન એન્થમ ગાનારી પહેલી ટીનએજર
બે લોકો કસ્ટડીમાં
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગોળીબારના થોડા સમય બાદ ઘટનાસ્થળથી લગભગ બે માઈલ દૂર ત્રણ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી કાર પણ જપ્ત કરવામાં આવી છે. જો કે પોલીસે હજુ સુધી આરોપીઓના નામ જાહેર કર્યા નથી. ગોળીબારના લગભગ 20 મિનિટ પછી, અધિકારીઓએ લગભગ બે માઈલ દૂર સાક્ષીઓના વર્ણન સાથે મેળ ખાતી કારને રોકી અને ત્રણ શંકાસ્પદોને કસ્ટડીમાં લીધા એવું પોલીસે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે શકમંદોમાંથી એક કારમાં ભાગી ગયો હતો તેની શોધખોલ ચાલી રહી છે.