કમલા હૅરિસે ટિમ વૉલ્ઝને વાઇસ પ્રેસિડન્ટપદના ઉમેદવાર જાહેર કર્યા

07 August, 2024 08:50 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

કમલા હૅરિસે વાઇસ પ્રેસિડન્ટપદના ઉમેદવાર તરીકે મિનેસોટાના ગવર્નર ટિમ વાૅલ્ઝના નામની જાહેરાત કરી

કમલા હૅરિસ

અમેરિકાના પ્રેસિડન્ટપદની ચૂંટણીમાં ડેમોક્રૅટિક પાર્ટીનાં ઉમેદવાર કમલા હૅરિસે વાઇસ પ્રેસિડન્ટપદના ઉમેદવાર તરીકે મિનેસોટાના ગવર્નર ટિમ વાૅલ્ઝના નામની જાહેરાત કરી છે. સ્કૂલોમાં મફત ભોજન જેવી ઘણી પરોપકારી નીતિઓમાં તેમણે અગ્રણી ભૂમિકા નિભાવી છે. તેઓ મિડલ ક્લાસને ટૅક્સમાં રાહત આપવા અને લેબર ક્લાસને વધારાની રજાઓ આપવાના હિમાયતી છે. ૬૦ વર્ષના વાૅલ્ઝ અમેરિકન આર્મીમાં કામ કરી ચૂક્યા છે અને તેઓ ભૂતપૂર્વ ટીચર છે.

kamala harris united states of america international news world news