23 March, 2025 07:13 AM IST | Washington | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - એઆઈ)
અમેરિકા (US Crime News)માંથી એક મહિલાની ક્રૂર વર્તણૂક સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અહીં એક 57 વર્ષીય મહિલાની ધરપકડ કરવામાં આવી છે. વાત કૈંક એમ છે કે આ મહિલાએ તેના પૅટ ડૉગને એરપોર્ટના રેસ્ટરૂમમાં લઈ જઈને ડૂબાડી દીધો હતો.
આ મહિલાને જ્યારે કહેવામાં આવ્યું હતું કે તે તેના પૅટ ડૉગને ફ્લાઇટમાં સાથે લઈ જઈ શકશે નહીં. ત્યારે તેણે આ પ્રકારનું ક્રૂર પગલું ભતું હતું. જોકે, આ ઘટના ગયા વર્ષે ડિસેમ્બરમાં ઓર્લાન્ડો આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર બની હતી.
સત્તાવાળાઓએ સુરક્ષાનાં ભાગરૂપે લેડિઝ બાથરૂમમાં ડૉગનો મૃતદેહ જોયો ત્યારબાદ આ ઘટનાનો ઘટસ્ફોટ (US Crime News) થયો હતો. હવે, જઈને આ મહિલાની પશુ સાથે દુર્વ્યવહાર કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત અહેવાલો અનુસાર આ મહિલા ફ્લાઇટમાં બેસવાનો પ્રયાસ કરી રહી હતી પરંતુ તેણે ફ્લાઇટમાં ડૉગને બેસવા દેવા માટેનું જરૂરી પેપરવર્ક કર્યું નહોતું. ત્યારબાદ આ 57 વર્ષીય મહિલાએ તેના ડૉગને એરપોર્ટના શૌચાલયમાં લઈ જઈને ડૂબાડી નાખ્યો હતો. વળી, તેને મારીને સિક્યોરીટી ચેકપોઇન્ટ્સ પાસેથી પસાર થતાં પહેલાં મૃતદેહને કચરામાં ફેંકી દીધો હતો.
ત્રણ મહિના પછી મહિલાની ધરપકડ કરાઇ
જ્યારે એરપોર્ટ સફાઈ કર્મચારીઓને આ મૃતદેહ મળી આવ્યો ત્યારે આખી બાબત સામે આવી હતી. ઘટના (US Crime News)ના દિવસના પુરાવાના આધારે પોલીસે તેની ધરપકડ માટે વોરંટ જારી કર્યા બાદ લોરેન્સની ધરપકડ કરવામાં આવી હતી. લગભગ ત્રણ મહિના પછી તેની ધરપકડ કરવામાં આવી છે, અને તેને કસ્ટડીમાં લેવામાં આવી હતી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર આ મહિલા પ્રવાસીને કહેવામાં આવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે ડૉગના જરૂરી આરોગ્ય દસ્તાવેજો હોવા જોઈએ. જે આ મહિલા પાસે નહોતા તેથી જ આ મહિલા મુસાફરને ફ્લાઇટમાં તેના ડૉગ ટાઇવિનને સાથે ન લઈ જવાનું કહેવાયું હતું. યુએસનાં કાયદા પ્રમાણે જો તમારી સાથે મુસાફરી દરમિયાન પૅટ ડૉગ હોય તો તે ડૉગનું પશુચિકિત્સક દ્વારા આપવામાં આવેલ આરોગ્ય પ્રમાણપત્ર તેમ જ હડકવાના રસીકરણનું માન્ય પ્રમાણપત્ર હોવું જરૂરી છે. જે આ મહિલા પાસે નહોતું.
સત્તાવાળાઓએ માઇક્રોચિપ દ્વારા મહિલાના ડૉગ ટાયવિનની (US Crime News) ઓળખ કરી હતી અને એ વાતની પુષ્ટિ કરવામાં આવી હતી કે કૂતરો ડૂબી જવાથી જ મૃત્યુ પામ્યો છે. તપાસકર્તાઓનાં ધ્યાનમાં આવ્યું કે ઓર્લાન્ડોથી રવાના થયા બાદ મહિલાએ ઇક્વાડોરની યાત્રા ચાલુ જ રાખી. તેમ જ નિવેદન આપવામાં આવ્યું હતું કે, "આ કૃત્ય ઇરાદાપૂર્વક કરવામાં આવ્યું હતું અને તેના પરિણામે ડૉગનું ક્રૂર મૃત્યુ નીપજ્યું છે"
આ કેસમાં પશુ કલ્યાણના વકીલો તરફથી વ્યાપક આક્રોશ ફેલાયો છે. મહિલાને ફ્લોરિડાના પશુ ક્રૂરતા કાયદા હેઠળ નોંધપાત્ર કાનૂની દંડનો સામનો કરવો પડી શકે છે.