US Crime: બેન! ઑવનમાં ઢોકળું મુકાય, છોકરું નહીં... અમેરિકામાં બની હ્ર્દયદ્રાવક ઘટના

12 February, 2024 10:57 AM IST  |  Washington | Gujarati Mid-day Online Correspondent

US Crime: બેદરકાર માતા મારિયા થોમસે ભૂલથી તેના બાળકને સૂવા માટે પારણામાં મુકવાને બદલે ભોજન ગરમ કરવાના ઑવનમાં સુવડાવી દીધું હતું

નવજાત શિશુની પ્રતીકાત્મક તસવીર

અવારનવાર એવી ઘટનાઓ સામે આવતી હોય છે જેને સાંભળતા આપણા રૂવાડા ઊભા થઈ જાય. અમેરિકામાં એક એવી ઘટના (US Crime) બની હતી કે જેને જાણીને તમે ચોંકી ઊઠશો. જ્યાં એક બેદરકાર માતા મારિયા થોમસે ભૂલથી તેના બાળકને સૂવા માટે પારણામાં મુકવાને બદલે ભોજન ગરમ કરવાના ઑવનમાં સુવડાવી દીધું હતું, જેને કારણે આ માસૂમ બાળકનું મૃત્યુ થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. 

આખરે બાળકે માતાની ભૂલને કારણે ગુમાવ્યો જીવ 

તમને જણાવી દઈએ કે પોસ્ટમોર્ટમમાં માલૂમ થયું હતું કે બાળકનું મોત (US Crime) શ્વાસ રૂંધાવાને કારણે થયું હતું. તેમ જ ઑવનની ગરમીને કારણે બાળક ખૂબ જ ગંભીર રીતે દાઝી ગયું હતું. જેને કારણે તેનું મોત થયું હતું. પ્રાપ્ત અહેવાલો અનુસાર બાળકીની માતાએ તેને ઊંઘાડવા માટે તેના પારણામાં મુકવાને બદલે ઓવનમાં મૂકી હતી.

બાળકની માતાની ઉમંર 26 વર્ષ હોવાનું સામે આવ્યું છે. આ આરોપી માતાએ તેની બાળકીને 1 ડિગ્રીમાં ચાલતા ઑવનમાં મૂકી દીધી હતી. આખરે તો બાળકનું મૃત્યુ થયું છે. જેક્સન કાઉન્ટીના પ્રોસીક્યુટીંગ એટર્ની જીન પીટર્સ બેકરે કેસને હેન્ડલ કરવામાં પ્રથમ પ્રતિભાવ આપનારાઓ અને ફરિયાદીઓના પ્રયત્નો માટે પ્રશંસા વ્યક્ત કરી હતી.

જેક્સન કાઉન્ટીના પ્રોસીક્યુટર જીન પીટર્સ બેકરે આ કેસ અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે આ માતા તેની બાળકીને સુવડાવવા માટે પારણામાં મૂકી રહી હતી, પણ એનાથી ભૂલથી બાળકને નાના ઑવનમાં મૂકી દીધી (US Crime) હતી.”

આરોપી માતાની ધરપકડ પણ કરવામાં આવી છે 

આવું કૃત્ય કરનાર આરોપી મહિલાની તરત જ ધરપકડ (US Crime) કરવામાં આવી છે. આ સાથે જ ધરપકડ વોરંટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે બાળકીના કપડાં ઑવનની ગરમીને કારણે બળીને રાખ થઈ ગયા હતા. આ બાળકીને જે ડાયપર પહેરાવવામાં આવ્યું હતું એ પણ બળી ગયું હતું

પોલીસને ઘટનાસ્થળે  બાળકીનો મૃતદેહ ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં પણ મળી આવી હતી. અત્યારે તો આ ભૂલ કેવી રીતે થઈ તે અંગે પોલીસે કોઈ ખુલાસો કર્યો નથી કે આ ઘટનાની આસપાસના અન્ય કોઈ સંજોગો પણ બહાર આવ્યા નથી.

માતાના અનેક મિત્રો પાસેથી નિવેદનો લેવામાં આવ્યા છે

આ કેસ (US Crime) બન્યો ત્યારબાદ બધે જ નારાજગી વ્યાપી ગઈ ગઈ છે. જ્યારે માતાના મિત્રોના નિવેદનો નોંધવામાં આવ્યા ત્યારે મિત્રોએ જે બાળકીને હજી તો કાલ સુધી ખૂબ જ વ્હાલ કર્યું હતું અને હંમેશા હસતી જોઈ હતી તેને આજે આ પરિસ્થિતિમાં જોઈ અચંબો પામ્યા છે. વળી, એક મિત્રએ તો આ ઘટના પાછળ મારિયા થોમસના માનસિક સ્વાસ્થ્યએ કારણભૂત ગણાવ્યું હતું. 

international news Crime News united states of america