અમેરિકામાં ટીનેજરની બર્થ-ડે પાર્ટી દરમ્યાન ગોળીબાર : પાંચનાં મોત, ૨૦ ઘાયલ

17 April, 2023 11:55 AM IST  |  Montgomery | Gujarati Mid-day Correspondent

આ ઘટના મોડી રાત્રે મહોગના માસ્ટરપીસ ડાન્સ સ્ટુડિયોમાં ૧૦.૩૦ વાગ્યે બની હતી

અમેરિકામાં ટીનેજરની બર્થ-ડે પાર્ટી દરમ્યાન ગોળીબાર : પાંચનાં મોત, ૨૦ ઘાયલ

અમેરિકાના અલબામા શહેરમાં શનિવારે રાત્રે એક પાર્ટીમાં થયેલી ગોળીબારની ઘટનામાં પાંચ લોકોનાં મરણ થયાં હતાં તેમ જ ૨૦ ઘાયલ થયા હતા. આ ઘટના મોડી રાત્રે મહોગના માસ્ટરપીસ ડાન્સ સ્ટુડિયોમાં ૧૦.૩૦ વાગ્યે બની હતી. પોલીસ હજી સુધી આ ઘટનામાં કોઈ શંકાસ્પદ તેમ જ માર્યા ગયેલાઓની ઓળખ બહાર પાડી નથી. એક ટીનેજરનો બર્થ-ડે સેલિબ્રેટ કરવા માટે 

બધા ભેગા થયા હતા. માર્યા જનારામાં એક ટીનેજર હોવાનું પોલીસે સ્વીકાર્યું છે. કયા કારણથી આ હત્યા કરવામાં આવી છે એ વિશે હજી સુધી કોઈ જાણકારી મળી નથી. દરમ્યાન હૉસ્પિટલની બહાર અનેક લોકો ભેગા થઈ રહ્યા હતા. 

મરઘાની લડાઈમાં ધિંગાણું, બેનાં મોત

અમેરિકાના હોનાલુલુમાં મરઘાંની લડાઈ દરમ્યાન થયેલા ઝઘડામાં એક વ્યકિતએ કરેલા ગોળીબારમાં બે લોકો માર્યા ગયા હતા તેમજ ત્રણ ઇજાગ્રસ્ત છે. હત્યારો ૨૦ વર્ષનો એક યુવક છે. પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. દલીલ બાદમાં હાથાપાઈમાં પરિવર્તીત થઈ હતી. આ ઘટનામાં ૫૯ વર્ષની મહિલા અને ૩૪ વર્ષના પુરૂષને મૃત જાહેર કરાયો હતો.  

united states of america Crime News international news