યુક્રેને સ્વીકારી ભૂલ, માતા કાલીના વાંધાજનક ફોટો પર વિદેશ પ્રધાને માગી માફી

02 May, 2023 02:38 PM IST  |  ukraine | Gujarati Mid-day Online Correspondent

રશિયા(Russia)સાથે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે યુક્રેન(Ukrain)એ એવું કૃત્ય કર્યું, જેનાથી ભારતીય લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી. જો કે, યુક્રેનને તેના પગલા બદલ પસ્તાવો છે અને તેણે ભારત પાસે માફી માંગી છે

યુક્રેનનાં નાયબ વિદેશપ્રધાન ઇમિને ઝાપરોવા

રશિયા(Russia)સાથે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે યુક્રેન(Ukrain)એ એવું કૃત્ય કર્યું, જેનાથી ભારતીય લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી. જો કે, યુક્રેનને તેના પગલા બદલ પસ્તાવો છે અને તેણે ભારત પાસે માફી માંગી છે. હકીકતમાં યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે એક ફોટો શેર કર્યો છે જેમાં હિન્દુ દેવી મા કાલીને વાંધાજનક રીતે બતાવવામાં આવ્યા હતા. થોડા સમય પછી યુક્રેનને સમજાયું કે તેણે શું કર્યું અને ટ્વીટને કાઢી નાખ્યું.

હવે યુક્રેનના નાયબ વિદેશ પ્રધાન એમિન ઝાપારોવાએ તેમના સંરક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવેલા શરમજનક કૃત્ય માટે માફી માંગી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે અમને ખેદ છે કે યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે હિંદુ દેવી કાલીને વિકૃત કરી છે. યુક્રેન અને તેના લોકો અનન્ય ભારતીય સંસ્કૃતિનો આદર કરે છે અને સમર્થનની ખૂબ પ્રશંસા કરે છે. કાલી માતાની તસવીર પહેલા જ હટાવી દેવામાં આવી છે. અમે પરસ્પર આદર અને મિત્રતાની ભાવના સાથે સહકારને વધુ વધારવા માટે પ્રતિબદ્ધ છીએ.

આ પણ વાંચો: યુક્રેને ક્રીમિયાનું ઉદાહરણ આપીને પાકિસ્તાન-ચીનથી ભારતને ચેતવ્યું

શું હતો સમગ્ર મામલો

યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે હિંદુ ધર્મની પૂજનીય માતા કાલીની અભદ્ર તસવીર ટ્વીટ કરી હતી, જેના પર ભારતીયો ગુસ્સે થયા હતા. યુક્રેન દ્વારા શેર કરાયેલ ટ્વિટમાં કાલી માતાની એક તસવીર ધુમાડાના ગોટેગોટા ઉપર બતાવવામાં આવી હતી. તસવીરમાં જીભ દેખાતી હતી. આ સાથે માતા કાલીના ગળામાં ખોપરીની માળા હતી. ટ્વિટર હેન્ડલ @DefenceU એ "વર્ક ઓફ આર્ટ" કેપ્શન સાથે આ ફોટો ટ્વિટ કર્યો હતો. જેના પર ભારતીય યુઝર્સ ગુસ્સે થયા હતા. ભારતીયોએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યા બાદ યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે ટ્વીટ ડિલીટ કરી દીધી હતી. આ ફોટો 30 એપ્રિલે પોસ્ટ કરવામાં આવ્યો હતો.

ઘણા લોકોએ યુક્રેન સરકારની ટીકા કરતા કહ્યું કે ભારત પાસેથી મદદ માંગ્યા બાદ યુક્રેને આ નાનકડું કૃત્ય કર્યું છે. સંરક્ષણ મંત્રાલયનું આ ટ્વીટ એમિન ઝાપારોવાની ભારત મુલાકાતના થોડા દિવસો બાદ આવ્યું છે. ફેબ્રુઆરી 2022 માં રશિયા-યુક્રેન યુદ્ધ ફાટી નીકળ્યા પછી ભારતની મુલાકાત લેનાર એમિન ઝાપારોવા પ્રથમ ઉચ્ચ કક્ષાના યુક્રેનિયન અધિકારી હતા.

world news ukraine russia twitter