ગ્રીન કાર્ડનો બૅકલૉગ ઘટાડવા અમેરિકન સંસદમાં લવાયું બિલ

06 December, 2023 11:22 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ગ્રીન કાર્ડ કે જેને પર્મનન્ટ રેસિડન્ટ કાર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ એવા ડૉક્યુમેન્ટ છે જે ઇમિગ્રન્ટ્સને ઇશ્યુ કરવામાં આવે છે. એ એવો પુરાવો છે જે અમેરિકામાં કાયમી રહેવા માટેના વિશેષાધિકાર આપે છે.

પ્રતીકાત્મક તસવીર

વૉશિંગ્ટન (પી.ટી.આઇ.) : અમેરિકાના ત્રણ પ્રભાવશાળી સંસદસભ્યોએ યુએસ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સમાં એક બિલ રજૂ કર્યું છે કે જેમાં ગ્રીન કાર્ડના બૅકલૉગને ઘટાડવા માટેની જોગવાઈ છે. આ સંસદસભ્યોએ દ્વિપક્ષી કાયદો રજૂ કર્યો છે કે જેથી ગ્રીન કાર્ડનો બૅકલૉગ ઘટશે. જેમણે આ બિલ રજૂ કર્યું છે એમાં ઇન્ડિયન અમેરિકન્સ રાજા કૃષ્ણમૂર્તિ અને પ્રમિલા જયપાલનો સમાવેશ થાય છે. જ્યારે સંસદસભ્ય રિચ મૅક્‍કોર્મિક પણ આ બિલ રજૂ કરવામાં સાથે જોડાયા છે. જો આ બિલ પાસ થઈ જશે અને કાયદો બનશે તો એ હજારો ભારતીય અમેરિકન્સને ફાયદો થશે કે જેઓ હાલ ત્યાં ઘણાં વર્ષોથી ગ્રીન કાર્ડ્સ અથવા કાયમી રહેવાસી થવા માટેની રાહ જોઈ રહ્યા છે. ગ્રીન કાર્ડ કે જેને પર્મનન્ટ રેસિડન્ટ કાર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ એવા ડૉક્યુમેન્ટ છે જે ઇમિગ્રન્ટ્સને ઇશ્યુ કરવામાં આવે છે. એ એવો પુરાવો છે જે અમેરિકામાં કાયમી રહેવા માટેના વિશેષાધિકાર આપે છે. અમેરિકામાં અંદાજિત ૯૫ ટકા જેટલા નોકરી આધારિત ઇમિગ્રન્ટ્સ ત્યાં જ રહીને કામ કરે છે કે જેઓ પાસે હંગામી વિઝા છે. ઘણા લોકો વર્ષો સુધી આ રીતે કામ કરે છે.

united states of america international news national news