સ્વીડન બાદ ચેપી વાઇરસ Mpoxના ત્રણ કેસ પાકિસ્તાનમાં જોવા મળ્યા

17 August, 2024 10:24 AM IST  |  Pakistan | Gujarati Mid-day Correspondent

આ ચેપમાં ફ્લુનાં હોય એવાં લક્ષણ દેખાય છે અને ચામડી પર ડાઘ દેખાય છે.

પ્રતીકાત્મક તસવીર

સૌથી ઝડપથી ફેલાતા ચેપી વાઇરસ Mpoxનો એક કેસ ગુરુવારે સ્વીડનમાં જોવા મળ્યા બાદ વધુ ત્રણ કેસ પાકિસ્તાનના નૉર્થ ખૈબર પખ્તુનવા પ્રાંતમાં જોવા મળ્યા છે. પાકિસ્તાનની હેલ્થ-સર્વિસે જણાવ્યું હતું કે આ ત્રણ દરદી યુનાઇટેડ આરબ અમીરાતથી પાકિસ્તાન આવ્યા હતા. પાકિસ્તાનમાં અગાઉ આ ચેપને મન્કીપૉક્સ રોગના નામે પણ ઓળખવામાં આવતો હતો. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO)એ બે વર્ષમાં ફરી આ વાઇરસના મુદ્દે વૈશ્વિક પબ્લિક હેલ્થ ઇમર્જન્સી જાહેર કરી દીધી છે. ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કૉન્ગોમાં આના કેસ જોવા મળ્યા હતા અને આ ચેપ પછી બુરુન્ડી, કેન્યા, રવાન્ડા અને યુગાન્ડા જેવા અન્ય દેશોમાં એ ફેલાયો હતો. આ ચેપમાં ફ્લુનાં હોય એવાં લક્ષણ દેખાય છે અને ચામડી પર ડાઘ દેખાય છે.

pakistan sweden world health organization international news world news