રિશી સુનકે ઇન્ફોસિસના વડા નારાયણ મૂર્તિનાં દીકરી અક્ષતા મૂર્તિની સાથે મૅરેજ કર્યાં છે : તેમને બે દીકરીઓ- ક્રિષ્ના અને અનુષ્કા છે
રિશી સુનક પરિવાર સાથે
- રિશી સુનકે યૉર્કશરના સંસદસભ્ય તરીકે સંસદમાં શ્રીમદ્ ભગવતદ્ગીતાના નામે શપથગ્રહણ કર્યા હતા. તેઓ એમ કરનારા યુકેના પ્રથમ સંસદસભ્ય બન્યા.
- રિશી સુનકે ઇન્ફોસિસના વડા નારાયણ મૂર્તિનાં દીકરી અક્ષતા મૂર્તિની સાથે મૅરેજ કર્યાં છે. તેમને બે દીકરીઓ- ક્રિષ્ના અને અનુષ્કા છે.
- બૉરિસ જૉન્સનના નેતૃત્વમાં નાણાપ્રધાન તરીકે રિશી સુનકે ડાઉનિંગ સ્ટ્રીટ પર તેમના નિવાસસ્થાને દિવાળી પર દીવડા પ્રગટાવ્યા હતા.
- રિશી સુનક અવારનવાર તેમના વારસા તેમ જ કેવી રીતે તેમનો પરિવાર તેમને મૂલ્યો અને સંસ્કૃતિની યાદ અપાવતો રહ્યો એના વિશે વાત કરતા રહે છે.
- મોટા ભાગના ભારતીયોના ઘરની જેમ સુનકના પરિવારમાં પણ શિક્ષણને ખૂબ જ મહત્ત્વ અપાતું હતું. રિશી સુનક સ્ટૅનફૉર્ડ યુનિવર્સિટીના ગ્રૅજ્યુએટ છે અને તેઓ ઇન્વેસ્ટમેન્ટ બૅન્કર હતા.
- રિશી સુનક તેમનાં સાસુ-સસરાને મળવા માટે અવારનવાર તેમનાં વાઇફ અને બે સંતાનો સાથે બૅન્ગલોરની મુલાકાત લે છે.
- આ વર્ષે પીએમના પદ માટે કૅમ્પેઇન દરમ્યાન રિશી સુનકની તેમના શાનદાર બંગલા સહિતની ભવ્ય લાઇફસ્ટાઇલ બદલ ટીકા થઈ હતી. એ સમયે રિશીએ જણાવ્યું હતું કે ખૂબ જ તણાવપૂર્ણ સ્થિતિમાંથી શ્રીમદ્ ભગવતદ્ગીતા તેમને બચાવે છે.
- ફિટ રહેવા માટે સુનકને ક્રિકેટ રમવાનું ગમે છે.
- યુકેના સધમ્પ્ટન એરિયામાં એક ભારતીય પરિવારમાં સુનકનો જન્મ થયો હતો. તેમના ગ્રૅન્ડ પેરન્ટ્સ પંજાબના છે.
- તેઓ ફાર્માસિસ્ટનાં મધર અને ડૉક્ટર પિતાના દીકરા છે. તેમણે ઇંગ્લૅન્ડની સૌથી જાણીતી સ્કૂલોમાંથી એક વિન્સ્ટર અને એ પછી ઑક્સફર્ડમાં અભ્યાસ કર્યો છે. તેમણે ત્રણ વર્ષ સુધી ગોલ્ડમૅન સાક્સ ગ્રુપમાં કામ કર્યું છે. તેમણે બાદમાં કૅલિફૉર્નિયામાં સ્ટૅનફોર્ડમાંથી એમબીએ કર્યું છે, જ્યાં તેઓ તેમનાં પત્ની અક્ષતા મૂર્તિને મળ્યા હતા.
- તેમણે ૨૦૦૯માં અક્ષતા સાથે મૅરેજ કર્યાં હતાં.
- સુનક રિચમન્ડ, યૉર્કશરમાંથી ચૂંટાયા બાદ ૨૦૧૫માં સંસદસભ્ય બન્યા હતા. ફેબ્રુઆરી ૨૦૨૦માં તેઓ નાણાપ્રધાન બન્યા હતા, જે યુકેની કૅબિનેટમાં સૌથી મહત્ત્વનું પદ છે.
- સુનક ‘સ્ટાર વૉર્સ’ના ફૅન છે.
- બૉરિસ જોન્સને જ્યારે કોરોનાની મહામારી દરમ્યાન દેશવ્યાપી લૉકડાઉન લાગુ કર્યું હતું ત્યારે સુનકે કરોડો નોકરીઓની સલામતી માટે વ્યાપક ફાઇનૅન્શિયલ રેસ્ક્યુ પૅકેજ તૈયાર કર્યું હતું.