શૂટરે ટ્રમ્પના કપાળ પર પર્ફેક્ટ નિશાન તાક્યું હતું, પણ ટ્રમ્પે અણીના સમયે જ માથું ફેરવ્યું

19 July, 2024 11:58 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

આ વિડિયો જોઈને એક નેટિઝને કમેન્ટ કરી હતી કે એ જ સમયે માથું હલાવવું એ તો મિરૅકલ કહેવાય.

ડોનલ્ડ ટ્રમ્પ

શનિવારે અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ પર પેન્સિલ્વેનિયામાં થયેલા હુમલાનો એક નવો ક્લોઝઅપ વિડિયો બહાર આવ્યો છે જેના પરથી સ્પષ્ટ થાય છે કે થોમસ ક્રુકે ટ્રમ્પના કપાળ પર બરાબર નિશાન તાક્યું હતું, પણ તેમણે એ સમયે પોતાનું માથું નમાવ્યું હોવાથી એ ગોળી તેમના કપાળને બદલે કાનને વીંધીને નીકળી ગઈ હતી. આ વિડિયો જોઈને એક નેટિઝને કમેન્ટ કરી હતી કે એ જ સમયે માથું હલાવવું એ તો મિરૅકલ કહેવાય.

international news world news donald trump